સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના સૌકા ગામે જુગારના અડ્ડા પર 2 મે, 2023ની રાત્રે એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે દરોડો પાડી 38 ઈસમોને 28.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી બાદ ફરજમાં નિષ્કાળજી બદલ લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, રાજ્યના ડીજીપી દ્વારા વધુ પગલાં તરીકે લીંબડી પોલીસ મથકના 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરી પરથી ડીસમિસ કરવામાં આવ્યા છે.
ડીસમિસ કરાયેલા પોલીસ કર્મચારીઓના નામ:
પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાઈવર)
પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાઈવર)
આ.પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા
અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા
એ.એસ.આઇ. પુષ્પરાજ મુકેશભાઈ ધાંધલ
અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કર્મચારીઓ અસામાજિક તત્વો અને ગુન્હેગારો સાથે સાઠગાંઠ રાખી ગુન્હાહીત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. પરિણામે, પોલીસ વિભાગની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે તેમને સેવામુક્ત કરવાનો કડક નિર્ણય લેવાયો છે.
ડીજીપીના આ પગલાથી સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે અને ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ માટે કડક સંદેશો પાઠવાયો છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





