Home Gujarat 69 Dolomite Mines Closed In Chhotaudepur 30 Thousand People Became Unemployed

છોટાઉદેપુરમાં 30 હજાર લોકો બેરોજગાર : નીતિ બદલવાના કારણે ડોલોમાઈટ ઉદ્યોગ ઠપ્પ

છોટાઉદેપુરમાં 30 હજાર લોકો બેરોજગાર
Published by: OBS Bureau
Last Updated: Apr 29, 2025, 03:54 AM IST

છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષોથી સંચાલિત ડોલોમાઈટ ઉદ્યોગ હાલમાં તીવ્ર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા નવો નિયમ અમલમાં મૂકતાં અને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ અંગે કલેકટરની સત્તા હટાવતા, ખાણ માલિકોને પરવાનગીઓ નહીં મળતાં ખાણો ઠપ્પ થઈ ગઈ છે. પરિણામે 100થી વધુ પાવડર બનાવનારા યુનિટ બંધ થવાની સંભાવના ઉભી થઈ છે અને લગભગ 30,000 લોકો બેરોજગાર બન્યા છે.



NGTના નિર્ણયથી કલેકટરની સત્તા ખેંચાઈ

જિલ્લામાં કુલ 69 ડોલોમાઈટ ખાણો છે, જે વર્ષોથી જીલ્લા કલેકટર દ્વારા મળતા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આધારે સંચાલિત હતી. પરંતુ NGTના નવા નિયમાનુસાર હવે આ પરવાનગીઓ કેન્દ્રિય સ્તરે આપવા જણાવ્યું છે. ખાણ માલિકોએ ગાંધીનગર ખાતે અરજી કરી હતી, પરંતુ અરજીઓ “અનુકૂળ ઍક્સેસ રસ્તાઓ નહીં હોવાના” આક્ષેપ સાથે રિજેક્ટ કરવામાં આવી છે. ખાણ માલિકોના જણાવ્યા પ્રમાણે આ રસ્તાઓ તેઓએ વર્ષોથી પોતાની રીતે વિકસાવ્યા છે.


100થી વધુ ઉદ્યોગોને કાચો માલ નહીં મળતાં તાળું મારવાની નોબત

ડોલોમાઈટ પથ્થરોમાંથી પાવડર બનાવતી છોટા ઉદેપુરની હજારોની સંખ્યામાં લઘુ ઉદ્યોગો હાલમાં કાચા માલ વિના છિન્ન ભિન્ન થવાની ધમકી હેઠળ છે. ડોલોમાઈટ ઉદ્યોગમાં સામાન્ય રીતે એક યુનિટમાં 2 થી 2.5 કરોડનું રોકાણ હોય છે, જે હાલ પૂરુંત ન થવાને કારણે અટવાઈ ગયું છે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને શ્રમિકોને મોટી અસર, રોજગારી ખોવાઈ

ડોલોમાઈટ પાવડરના દરરોજ ટ્રાન્સપોર્ટ માટે મોટી સંખ્યામાં ટ્રકો રસ્તા પર હોય છે. હાલ ખાણો બંધ હોવાના કારણે ટ્રક માલિકો અને ચાલકોને પણ આવકના રસ્તા બંધ થઈ ગયા છે. પાવડર યુનિટો, ખાણો અને પરિવહન વ્યવસ્થા સાથે સંકળાયેલા મજૂરો અને કર્મચારીઓ મળીને 30 હજારથી વધુ લોકો આ સંકટનો સામનો કરી રહ્યા છે.

ખાણો પુનઃપ્રારંભ કરવા કલેકટર પાસે રજૂઆત

છોટા ઉદેપુર મિનરલ મર્ચંટ એસોસિયેશન, ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, લોકલ શ્રમજીવી સંગઠન અને ખાણ માલિકોએ આજે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. તેમની માંગ છે કે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે દખલદાખલ કરે અને પરવાનગીઓની પ્રક્રિયા સરળ બનાવી ખાણોને ફરીથી શરૂ કરવાની સુવિધા આપે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now