અમદાવાદ નિકોલમાં અગાઉના ઝઘડાની અદાવતમાં છ શખ્સોએ યુવકને ફટકાર્યો અને માતા છોડાવવા વચ્ચે પડતા તેમની સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.
ભુલાવડીમાં રહેતો 25 વર્ષીય યુવક નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 17 એપ્રિલે તે ક્રિક્રેટ રમીને ઘરે આવતો હતો. ત્યારે રસ્તામાં માતા મળતા તેને બેસાડીને ઘરે જતો હતો. ત્યારે કાનાજી ચેલાજીની દુકાન આગળ કેટલાક શખ્સો ઉભા હતા. જેમાંથી વિશાલ ઠાકોરે બાઇક ઉભુ રખાવીને બોલાય તારા ભાઇને કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો.
આ દરમિયાન નગીનજી, સુરસંગજી, આશિષ, રોહન અને નિલેશે આવ્યા હતા. બાદમાં તમામે ભેગા મળીને યુવકને દંડાથી ફટકાર્યો હતો. ત્યારે યુવકની માતા વચ્ચે તેમની છેડતી કરી હતી. આટલું જ નહિ તમામે યુવકની બાઇકમાં પણ તોડફોડ કરી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને તેમને છોડાવ્યા હતા. ત્યારે પોલીસ આવતા તમામ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવકે તમામ શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.





