અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની ટીમે છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઇમથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાપી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાના નાગરિકો પાસેથી છેતરપિંડી આચરનારા ચાઇનાના કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ગેંગના ગુજરાતમાં કામ કરનારા 6 સભ્યોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી લવીનાં સિંહાએ જણાવ્યું હતું કે અમદાવાદના ગારમેન્ટના વેપારી પ્રણેય સુભાષ ભાવસાર ગુજરાતના આ 6 ઇસમોએ દુબઈથી તમારા ખાતામાં પૈસા આવશે તેવો વિશ્વાસ કેળવી ખાતાધારકને કાઠમંડુ અને નેપાળ લઈ જઈ 6 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી આશરે 48 લાખ 85 હજાર રૂપિયા પડાવી લીધા હતા.જે બાબતની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં કરાતા ચાઇના અને નેપાળ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરનારા કુલ 6 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






