logo-img
5 Year Old Child Di Es After Being Hit By A Biker 2 Women Injured

વડોદરામાં ગમખ્વાર અકસ્માત! : બાઈકચાલકની ટક્કરથી 5 વર્ષીય બાળકનું મોત, 2 મહિલા ઇજાગ્રસ્ત

વડોદરામાં ગમખ્વાર અકસ્માત!
Published by: Offbeat Team
| Last Updated: Feb 16, 2026, 10:38 AM IST

વડોદરામાં 15 ફેબ્રુઆરીએ સાંજે એક કાળમુખો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક 5 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. સાથે જ અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, ત્રણ લોકો બે મહિલા અને એક 5 વર્ષીય બાળક વડોદરાના સુશેન સર્કલ પાસે રોડ ક્રોસ પાસે આવેલા ફૂડ સ્ટોલ પર નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા. 5 વાગ્યાના અરસામાં ત્રણેય રોડ ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ફૂલસ્પીડમાં આવતા બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો તેમણે અડફેટ લીધા હતા. તેની સાથે બાઇક પર અન્ય 2 વ્યક્તિઓ પણ હતા.

આ અકસ્માતમાં બે મહિલાઓને પાંસળી પર અને પગમાં ફેક્ચર થયું છે. ત્યારે 5 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં ત્રણેય બાઇક સવારમાંથી એક પડાઈ ગયો હતો અને બે ભાગી છૂટયા હતા. પકડાયેલા યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

આ મામલે મૃતકના સગાસંબંધીઓએ ન્યાયની માંગ કરતાં કહ્યું કે, અમને ન્યાય મળવો જોઈએ, આપણે કહીએ છીએ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ પકડાયેલા બાઇક સવારને પોલીસને સોંપવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ નશાની હાલતમાં હતો. તેની પાસે બોલવાની પણ હાલત નથી. આ હાલતમાં તેને માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલમાં તે માંજલપુર પોલીસની કસ્ટડીમાં છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now