ગુજરાતમાં પોલીસ દ્વારા શરૂ કરાયેલું 'ઓપરેશન ક્લિન સિટી' રાજ્યભરમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સક્રિય થઈ ગયું છે. ખાસ કરીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા ઘૂસણખોરો સામે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં કુલ 450 જેટલા બાંગ્લાદેશી નાગરિકો મળ્યા છે.
આમાંથી આશરે અડધા જેટલા મહિલાઓ છે. સુરતમાં પકડાયેલી 30 જેટલી મહિલાઓ પૈકી કેટલીક દેહવ્યાપાર સાથે સંકળાયેલી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે.
પૈસા કમાવાનું સ્વપ્ન અને ઘાતક વાસ્તવિકતા
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશમાં ગરીબીથી પીડાતા પરિવારોની મહિલાઓને લાલચ આપી ભારતમાં લાવવામાં આવે છે. ખાસ કરીને એવી મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, જેમના પતિનું અવસાન થયું હોય અથવા ઘરની હાલત નબળી હોય. સ્થાનિક દલાલો તેમને "હાલત સુધારવાની તક" તરીકે ભારત મોકલવાના જુઠ્ઠા વચનો આપે છે.
બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ સુધી મહિલાઓની ભૂમિકા એજન્ટો દ્વારા સુનિયોજિત રીતે નિર્ધારિત થાય છે. પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ તેમને નકલી દસ્તાવેજો બનાવી આપવામાં આવે છે અને ત્યાર બાદ મુંબઈ મારફતે સુરત, અમદાવાદ અને અન્ય ઔદ્યોગિક શહેરોમાં મોકલવામાં આવે છે.
દેહવ્યાપારનો દુઃખદ ચહેરો બહાર આવ્યો
સુરતમાં ઝડપાયેલી કેટલીક બાંગ્લાદેશી મહિલાઓએ જણાવ્યું કે તેઓ દેહવ્યાપાર માટે મજબૂર છે. ભાસ્કર સાથેની વાતચીતમાં બે મહિલાઓએ ખુલાસો કર્યો કે કઈ રીતે એજન્ટો દ્વારા તેમની જીવન પર હક્ક જમાવ્યો અને તેમને મુક્તિ વગર જીવવા મજબૂર બનાવ્યા. આ માધ્યમથી એજન્ટો લાખો રૂપિયાની કમાણી કરે છે જ્યારે મહિલાઓ દિવસ-રાત દુઃખદ જીવન જીવે છે.
સુરત શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે 'ઓપરેશન બાંગ્લાદેશ' ચલાવી અત્યાર સુધી 134 શકમંદોને અટકાયત કરી છે. તેમાં 47 મહિલાઓ અને 87 પુરુષોનો સમાવેશ થાય છે. સુરત ગ્રામ્યમાંથી પણ 60 જેટલા બાંગ્લાદેશીઓની ઓળખ થઈ છે, જેમાં 30 મહિલાઓ છે.
માફિયાઓનું સંજુત જાળું
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બાંગ્લાદેશથી ભારત સુધી ચાલી રહેલું આ ટ્રાફિકિંગનું નેટવર્ક બે દેશોના એજન્ટોની સંજૂત સાજશ છે. પશ્ચિમ બંગાળમાં નકલી આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર જેવી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેઓ સરળતાથી શહેરોમાં વસતી કરી શકે.
હાલની સ્થિતિ અને આગળનું પગલું
હાલ બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે જણાવ્યું છે કે જે લોકો દસ્તાવેજ વિના પકડાશે તેમની તપાસ કર્યા બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે.
રાજ્યભરમાં આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહીઓ ચાલુ રહેશે અને ઘૂસણખોરી અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવશે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





