Home Gujarat 4 People Including Three Relatives Drown In Dhataravadi River In Rajula

રાજુલામાં ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 ડૂબ્યા : એક યુવકનો મૃતદેહ મળ્યો, ત્રણની શોધખોળ

રાજુલામાં ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 ડૂબ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 07:51 AM IST

રાજુલા તાલુકાની ધાતરવડી નદીમાં બનેલી દુઃખદ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ સગાભાઈ સહિત ચાર યુવકો નદીમાં નહાવા પડ્યા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ચારેય યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો અને તંત્રએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મોડીરાત સુધી સતત પ્રયાસો બાદ પણ એક પણ યુવકનો પત્તો લાગ્યો નહોતો.

એક યુવકનો મૃતદેહ મળ્યો

વહેલી સવારથી ફરી બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું અને આશરે 15 કલાકની મહેનત બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જોકે બાકી ત્રણ યુવકો હજી સુધી ગુમ છે, જેના કારણે તેમના પરિવારજનોમાં રડારોડ મચી ગયો છે. NDRF અને સ્થાનિક તંત્રની ટીમો ધાતરવડી નદીમાં સતત શોધખોળ ચાલુ રાખી રહી છે.

વિસ્તારમાં શોકનું મોજું

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. ગામના લોકો મોટી સંખ્યામાં શોધખોળ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. સૌ લોકો આશા રાખી રહ્યા છે કે બાકી ત્રણ યુવકોના મૃતદેહો જલદી મળી આવે અને તેમના પરિવારને આ કપરા સમયમાં ધીરજ મળે.

આ ત્રણ યુવકો હજી ગુમ

કાના ખીમાભાઇ પરમાર

ભરત ખીમાભાઇ પરમાર

પીન્ટુ પાછાભાઈ વાઘેલા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now