Home Gujarat 4 Including Woman Arrested With Ganja Md Drugs From Bapunagar And Vastral

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો ડબલ એટેક : બાપુનગર અને વસ્ત્રાલમાંથી ગાંજા-MD ડ્રગ્સ સાથે મહિલા સહિત 4 ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો ડબલ એટેક
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 10:48 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગાંજા અને એમડી ડ્રગ્સ માફિયાઓ સામે બે કેસ કર્યા છે. બાપુનગરથી ગાંજો તેમજ વસ્ત્રાલમાંથી MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. બંને કેસમાં એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

બાપુનગરમાંથી ગાંજાની હેરફેર કરતાં યુવક-યુવતીની ધરપકડ

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બાપુનગરની ગાયત્રીનગરમાં રહેતી કાયનાતબાનુ શેખ પોતા ઘરમાં ગાંજાનો વેચી રહી છે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ગાયત્રીનગર પહોચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ વોચમાં હતી ત્યારે ઈમરાનખાન પઠાણ નામનો યુવક ગાંજો લઈને આવ્યો હતો.

ક્રાઈમ બ્રાંચે ઈમરાનખાનની ધરપકડ કરી હતી સાથે કાયનાતબાનુની પણ ધરપકડ કરી હતી. બન્ને પાસેથી ક્રાઈમ બ્રાંચે 3.912 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે કુલ 3.33 લાખની કિંમતનો મુદ્દામલ જપ્ત કર્યો છે. આ ગાંજાનો જથ્થો ગોમતીપુરના રઉફ ઉર્ફે લાલા સહિત બે લોકોએ આપ્યો હતો.

વસ્ત્રાલમાંથી MD ડ્રગ્સ સાથે 2 ને દબોચ્યા

ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા નૈયા કોમર્શીયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી ડ્રગ્સની હેરફેર કરતા બે યુવકને ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં રહેતા આફીક શેખ અને અજીમુદ્દીન ઉર્ફે ભુરો ડ્રગ્સની હેરફેર કરી રહ્યા છે.

બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ પહોચી ગઈ હતી અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે આવીને તપાસ કરાતા મળી આવેલો પ્રદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. ક્રાઈમ બ્રાંચે આ મામલે 77 હજારનુ ડ્રગ્સ જપ્ત કરીને તપાસ શરૂ કરી થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now