logo-img
4 Day Food And Literature Festival On The Banks Of Sabarmati In Ahmedabad

અમદાવાદમાં સાબરમતીના કિનારે 4 દિવસ 'સ્વાદ અને સાહિત્ય રંગ' લાગશે : આ તારીખથી ફાઇવસ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્યનો જલસો, એન્ટ્રી ફ્રી

અમદાવાદમાં સાબરમતીના કિનારે 4 દિવસ 'સ્વાદ અને સાહિત્ય રંગ' લાગશે
Published by: Offbeat Team
| Last Updated: Nov 12, 2025, 04:33 AM IST

અમદાવાદ શહેર ફરી એક વાર સ્વાદ અને સાહિત્યના રંગે રંગાવા જઈ રહ્યો છે. આગામી તારીખ 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ – ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના ખ્યાતનામ શેફ્સ અને ખાદ્યપ્રેમીઓ અહીં વિવિધ દેશોના વ્યંજનોનો સ્વાદ માણી શકશે.

ફૂડ ફેસ્ટિવલમાં પ્રવેશ માટે એન્ટ્રી ફ્રી

ફૂડ ફેસ્ટિવલમાં લક્ઝરી પેવેલિયનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 1000 રૂપિયામાં હાઇ ટી, 2100 રૂપિયામાં જગન્નાથ પુરીનો મહાપ્રસાદ અને 2500 રૂપિયામાં સ્પેશિયલ લંચ મેનુનો આનંદ માણી શકાશે. ફૂડ ફેસ્ટિવલમાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી નહીં નથી. એટલે કે, ખાવા-પીવાની વસ્તુઓ માટે નક્કી ચાર્જ ચૂકવવો પડશે. વિવિધ ફૂડ પેવેલિયન અને સ્ટોલ્સમાં ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સ્વાદ માણી શકાય છે. ખાસ ઓફર મેળવવા માટે ફેસ્ટિવલમાં QR કોડ સ્કેન કરીને ફૂડની પ્રાઇઝ માહિતી મેળવી શકાશે.

બુક ફેસ્ટિવલનું પણ આયોજન

આ જ સમયગાળામાં ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ – 2025’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સહયોગથી આ બુક ફેસ્ટિવલનું ઉદ્દેશ્ય હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનાવવાનું છે. આ બંને મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ કરશે. સાબરમતીના કિનારે સ્વાદ અને શબ્દોના આ અદભૂત સંગમને જોવા માટે અમદાવાદના નાગરિકો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now