Home Gujarat 3 Youths Drowned While Bathing In The Sea In Ghogha One Youth

Bhavnagar ના ઘોઘામાં 3 યુવાનો દરિયામાં ડૂબ્યા : એક યુવકનું મોત, પરિવારમાં શોકનું મોજું

Bhavnagar ના ઘોઘામાં 3 યુવાનો દરિયામાં ડૂબ્યા
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 06:11 AM IST

ભાવનગરના ઘોઘામાં ડૂબી જતા એકનું મોત થયું છે. ગઇકાલે 3 યુવાનો દરિયામાં ન્હાવા જતા ડૂબ્યા હતા. નવા રતનપર ગામના યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. લાપતા યુવકનો મોડી રાતે મૃતદેહ મળી આવ્યો છે. દરિયામાં ન્હાવા જતા 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી.

ઘોઘામાં 3 યુવાનો દરિયામાં ન્હાવા જતા ડૂબ્યા

નવા રતનપર ગામના 3 યુવાનો દરિયામાં ન્હાવા જતા પાણીમાં ડૂબ્યા હતા. મોડેસ્ટ કંપની નજીક આવેલ દરિયામાં ન્હાવા ગયા હતા. યુવકો પાણીમાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિક આગેવાનોને થતા બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદ વડે 2 યુવાનને બચાવી લેવાયા છે.

મોડી રાત્રીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

એક યુવાન લાપતા બનતા NDRFની ટીમ સહિત પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. ગુમ થયેલ યુવાનની શોધખોળ હાથ ધરતા મોડી રાત્રીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહનેપી.એમ અર્થે કોળિયાક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. દરિયામાં ન્હાવાની મોજ કરવા ગયેલ યુવાન મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now