Home Gujarat 3 Youths Die After Falling Into Cloth Washing Tank At Jeans Manufacturing Company Danilimda

અમદાવાદ: દાણીલીમડામાં જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના : કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકોના મોત

અમદાવાદ: દાણીલીમડામાં જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: May 16, 2025, 12:41 PM IST

અમદાવાદના દાણીલીમડામાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં 3 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે.જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકના મોત નિપજ્યા છે. કંપનીમા જીન્સના કાપડ ધોવાની ટાંકીમા ઉતારેલા ત્રણ યુવક સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર,પ્રકાશ પરમારના મોત થયા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના દાણીલીમડામાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં 3 યુવકોના ટાંકીમાં ગેસ ગળતરના કારણે મોત થયા છે. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાના કારણે તેમના મોત થયા છે. જોકે, આ 3 લોકોને એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ત્રણેય યુવકના પરિવારજનો મણિનગરની એલ.જી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવી ખડકી દેવામાં આવ્યો છે. ત્રણેય યુવકો 25થી 30 વર્ષના હોવાની પ્રાથમિક માહિતી છે.

ઉલ્લેખનીય છે કે, દાણીલીમડા વિસ્તારની એમ.કે.ક્રિએશન કંપનીમાં આ બનાવ બન્યો હતો.કંપનીનો માલિક નૌશાદ સલીમ શેખ હતો. કંપનીની ટાંકી સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જીગ્નેશ નામના વ્યક્તિને ટાંકી સાફ કરવાનો કોન્ટ્રેકટ 18000 માં નક્કી કર્યો હતો. ગઈ કાલે સાંજે 5 લોકોને લઈને ટાંકી સાફ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં અડધું કામ પૂર્ણ કરવાં આવ્યું હતું. બાકીનું કામ આજે સવારે શરૂ કરવાનું હતું જેમાં પાંચની જગ્યાએ ત્રણ યુવકો કામે આવ્યા હતા. સફાઈમાં એક યુવાન નીચે પડતા અન્ય યુવાનો તેને બચાવા ગયા હતા. બચાવવા જતા ત્રણેય યુવાનોના જીવ ગયા હતા. ગેસ ગળતરના કારણે યુવાનોના મોત થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now