અમદાવાદ શહેર તેમજ અન્ય રાજ્યોમાં ગંભીર ગુનાઓને અંજામ આપ્યા બાદ આરોપીઓ પૂર્વ અમદાવાદના વટવા વિસ્તારમાં છુપાઈ જતાં હોવાની બિનચૂક માહિતી આધારે સેક્ટર-2 પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર-2 ની સુચના હેઠળ વટવા પોલીસ સ્ટેશન, DCP ડો. રવિ મોહન સૈની અને ACP પ્રદીપસિંહ જાડેજાની માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો તૈયાર કરવામાં આવી.
અહિંથી વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં ત્રણ એવા આરોપીઓ ઝડપાયા છે, જેઓ મહિનાોથી પોલીસને હાથતાળી આપી રહ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
યુસુફ હબીબભાઈ મિયાણા – વટવામાં લૂંટના ગુનામાં છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ
જીતેન્દ્ર ઉર્ફે સુનિલ જૈન – વડોદરામાં છેડતીના ગુનામાં 3 મહિનાથી વોન્ટેડ
અમનખાન ઉર્ફે રાજા પઠાણ – દોઢ વર્ષથી વટવામાં લૂંટ, ખેડામાં હત્યાના પ્રયાસ અને SOG ક્રાઈમ બ્રાંચમાં નાર્કોટીક્સના ગુનાઓમાં વોન્ટેડ
આ પૈકી અમન પઠાણ અગાઉ પણ 12 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને તેનું નામ શહેરના કુખ્યાત ગુનેગારોમાં ગણાય છે. પોલીસે આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા છે.
સાણંદમાં સતત બીજા દિવસે ડ્રગ્સનું નેટવર્ક: વિચાર્યું ન હોય ત્યાંથી SOG એ શોધી કાઢ્યું મેફેડ્રોન!





