Home Business 3 Ipos And 6 Listings The Next Week Of The Stock Marke

આગામી સપ્તાહમાં IPO બજારમાં જલસો! : 6 લીસ્ટીંગ સહિત 1 મેઈનબોર્ડ, 2 SME IPO માર્કેટમાં ધૂમ મચાવશે!

આગામી સપ્તાહમાં IPO બજારમાં જલસો!
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 06:58 AM IST

વર્ષનો પહેલો હાફ IPO ની દ્રષ્ટિએ ઘણો રસપ્રરદ રહ્યો છે, જોકે છેલ્લા બે વર્ષની સરખામણીમાં IPO માટેનો ઉત્સાહ ઘણો ઓછો થયો છે. ત્યારે ટ્રમ્પના ટેરિફ અને જીયો પોલીટીક્સના કારણે ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાઓ છતાં, ઘણી કંપનીઓએ સફળતાપૂર્વક તેમના IPO લોન્ચ કર્યા છે. અગામી અઠવાડિયાની વાત કરીએ તો, મેઇનબોર્ડ અને SME IPO સેક્ટરમમાં, છ લિસ્ટિંગ થશે અને ત્રણ IPO લોન્ચ કરવામાં આવશે. તો ચાલો આ 3 IPO વિશે જાણીએ..

એન્થેમ બાયોસાયન્સિસ IPO
એન્થમ બાયોસાયન્સિસનો IPO સંપૂર્ણપણે OFS બેઝ્ડ ઇશ્યૂ સાઈઝ 3,395 કરોડ રૂપિયાનો છે. આ IPO સંપૂર્ણપણે OFS હોવાથી, કંપની તેમાંથી કોઈ એકત્ર કરશે નહીં અને બધી જ રકમ વેચાણ શેરધારકોને જશે. એન્થમ ઇનોવેશન અને ટેક-ઓરિએન્ટેડ R&D અને પ્રોડક્શનમાં એક્સપર્ટ છે, જેમાં મેડીકલ રીસર્ચ, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં સંપૂર્ણ એકીકૃત સંચાલન સામેલ છે. આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજરોમાં JM ફાઇનાન્શિયલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, JP મોર્ગન ઇન્ડિયા અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.

સ્પનવેબ નોનવોવન SME
સ્પનવેબ નોનવોવન લિમિટેડે તેના SME માટે પ્રતિ ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ 90 થી 96 રૂપિયા નક્કી કર્યો છે, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપનીનો IPO સોમવાર, 14 જુલાઈ, 2025 ના રોજ શરૂ થશે અને બુધવાર, 16 જુલાઈ, 2025 ના રોજ બંધ થશે. ઇન્વેસ્ટરો ઓછામાં ઓછા 2,400 ઇક્વિટી શેર માટે અરજી કરી શકે છે અને ત્યારબાદ 1,200 શેરના વધારામાં. આ IPO 6,351,600 ઇક્વિટી શેર સુધીનો નવો ઇશ્યૂ રજૂ કરે છે.

આ નવા ઇશ્યૂ દ્વારા ભેગા કરેલા ફંડને કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે 29 કરોડ; કાર્યકારી મૂડીને ટેકો આપવા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, SIPL માં રોકાણ માટે 10 કરોડ; કંપની દ્વારા લેવામાં આવેલી ચોક્કસ લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

મોનિકા અલ્કોબેવનો SME
મોનિકા અલ્કોબેવનો પબ્લિક ઇશ્યૂ બુધવાર, 16 જુલાઈ, 2025 ના રોજ ખુલશે અને શુક્રવાર, 18 જુલાઈ, 2025 ના રોજ સમાપ્ત થશે. મોનિકા અલ્કોબેવનો IPO 153.68 કરોડનો બુક-બિલ્ટ ઇશ્યૂ છે, જેમાં 4.79 મિલિયન ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ અને 10 લાખ શેરનો OFS શામેલ છે. શેરની કિંમત લીમીટ 271-286 નક્કી કરવામાં આવી છે, અને મીનીમમ લોટ સાઇઝ 400 શેર છે.

રિટેલ ઇન્વેસ્ટરોને ઓછામાં ઓછા 800 શેર માટે બોલી લગાવવાની રહેશે, એટલે કે ઓછામાં ઓછુ રોકાણ 2,28,8800 હશે. મારવાડી ચંદારણા ઇન્ટરમીડિયરીઝ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ મોનિકા અલ્કોબેવ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કાર્ય કરશે, ત્યારે MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (લિંક ઇન્ટાઇમ) ઓફરના રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરશે. મોનિકા અલ્કોબેવ IPO માટે માર્કેટ મેકર ભણસાલી વેલ્યુ ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now