Home Business 23 January 2026 Today Gold Silver Price Gold And Silver Prices Stable Know Todays Latest Rates

Gold-Silver Price Today : સોનામાં 'મહા-ભડાકો', તમામ રેકોર્ડ તોડ્યા; ખરીદતા પહેલા જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 06:18 AM IST

આજે 23 જાન્યુઆરી 2026, શુક્રવારના રોજ ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈશ્વિક સ્તરે વધતી જિયોપોલિટિકલ અસ્થિરતા અને અમેરિકન ડોલરમાં જોવા મળી રહેલી નબળાઈને કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે. આજે સવારે MCX પર સોનું તેના અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયું છે, જેની સીધી અસર સ્થાનિક બજાર અને લગ્નસરાની ખરીદી કરનારાઓ પર જોવા મળી રહી છે.

MCX અપડેટ: સોના-ચાંદીમાં જોરદાર તેજી

  • સોનું (Gold): MCX ફેબ્રુઆરી વાયદો આજે ઇન્ટ્રા-ડેમાં અંદાજે રૂ.2,900 વધીને રૂ.1,59,226 પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ તે ₹1,57,900 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

  • ચાંદી (Silver): ચાંદીના ભાવમાં પણ 'સુનામી' જોવા મળી છે. માર્ચ વાયદો રૂ.7,561 (2.31%) વધીને રૂ.3,34,850 પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યો છે.

  • વૈશ્વિક બજાર: આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું રેકોર્ડ ઊંચાઈએ છે. અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સ 4,969.69 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર પહોંચી ગયું છે

ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ

શહેર

22 કેરેટ (10 ગ્રામ)

24 કેરેટ (10 ગ્રામ)

ચાંદી (1 કિલો)

અમદાવાદ

₹1,32,840

₹1,39,480

₹3,10,000

સુરત

₹1,32,840

₹1,39,480

₹3,10,000

રાજકોટ

₹1,32,840

₹1,39,480

₹3,10,000

વડોદરા

₹1,32,840

₹1,39,480

₹3,10,000

જામનગર

₹1,32,840

₹1,39,480

₹3,10,000

દેશના અન્ય મેટ્રો શહેરોમાં ભાવ

શહેર

22 કેરેટ (10 ગ્રામ)

24 કેરેટ (10 ગ્રામ)

ચાંદી (1 કિલો)

દિલ્હી

₹1,32,800

₹1,39,440

₹3,10,000

મુંબઈ

₹1,32,300

₹1,38,920

₹3,10,000

કોલકાતા

₹1,33,800

₹1,40,490

₹3,10,000

ચેન્નાઈ

₹1,32,800

₹1,39,440

₹3,10,000

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો દબદબો

ભારતીય બજાર જ નહીં, પણ ગ્લોબલ માર્કેટમાં પણ પીળી ધાતુ ચમકી રહી છે. અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સ (ફેબ્રુઆરી) 1% થી વધુના ઉછાળા સાથે 4,969.69 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક અર્થતંત્રમાં વધતી અનિશ્ચિતતા સોનાના ભાવને વધુ ઉપર લઈ જઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now