Home Gujarat 20 Mlas Received Calls For Oath Taking Of Cabinet

મંત્રીમંડળના શપથ માટે 22થી વધુ ધારાસભ્યોને આવ્યા ફોન : 6 રિપીટ, 16થી વધુ નવા ચહેરાઓને અપાઈ તક

મંત્રીમંડળના શપથ માટે 22થી વધુ ધારાસભ્યોને આવ્યા ફોન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 05:26 AM IST

ગુજરાતમાં આજના દિવસે નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ માટે તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. રાજકીય વલણ અને ચર્ચાઓ વચ્ચે પાપ્ત માહિતી અનુસાર 22થી વધુ ધારાસભ્યોને ફોન દ્વારા મંત્રીપદ માટે આમંત્રણ અપાયું છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં જૂનાનો અનુભવ અને યુવાનોની તાજગીનું સમન્વય જોવા મળશે.

6 પૂર્વ મંત્રીઓ ફરી આવશે કેબિનેટ?

આ નવા મંત્રીમંડળમાં અગાઉના 6 મંત્રીઓને ફરીથી તક આપવામાં આવી છે. તેઓના કાર્યકાળ દરમિયાન પ્રદર્શન અને લોકપ્રિયતાને ધ્યાને લઇને તેમને ફરી મંત્રીપદ અપાr શકે. આ મંત્રીઓએ પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી હોવાથી પાર્ટીએ તેમના પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે.

16થી વધુ નવા ચહેરાઓને અપાઈ તક

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે 16થી વધુ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું નક્કી છે. આ નવા મંત્રીઓ જુદા-જુદા વિસ્તારો અને સમાજોમાંથી આવે છે. યુવા, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના પ્રતિનિધીઓને પણ સમાવિષ્ટ કરીને ભાજપે "સર્વસ્પર્શી વિકાસ"ની દિશામાં એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

મંત્રી મંડળના શપથગ્રહણ માટે કોને કોને ફોન આવ્યો

પુરુષોત્તમ સોલંકી

કુંવરજી બાવળિયા

પ્રફુલ પાનસેરિયા

ઋષિકેશ પટેલ

કનુ દેસાઈ

હર્ષ સંઘવી

અર્જુન મોઢવાડિયા

નરેશ પટેલ

કાંતિ અમૃતિયા

પ્રદ્યુમન વાજા

કૌશિક વેકરીયા

સ્વરૂપજી ઠાકોર

ત્રિકમ છંગા

જયરામ ગામિત

જીતુ વાઘાણી

દર્શનાબેન વાઘેલા

રિવાબા જાડેજા

પી સી બરંડા

રમેશ કટારા

ઈશ્વરસિંહ પટેલ

મનિષા વકીલ

પ્રવિણ માળી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now