જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં કુલ 28 લોકોના મૃત્યુના સમાચાર છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ ગુજરાતી મુસાફરોનો પણ સમાવેશ થયો છે. જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક સહિત કુલ 3 લોકોના મૃત્યુ થયા છે.
જોકે હજુ પણ જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના અનેક મુસાફરો છે. અને હવે ધીમે ધીમે મુસાફરો પરત પોતાના વતન આવી રહ્યાં છે. તેવામાં સરકાર તરફથી એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં ગાંધીનગર જિલ્લામાંથી કેટલા લોકો હાલ જમ્મુ કાશ્મીરમાં છે તેની યાદી આવી છે.
દહેગામ, ગાંધીનગર અને કલોલ તાલુકાના કુલ 173 લોકો જમ્મુ કાશ્મીર ફરવા ગયા છે. જોકે સારી વાત એ છે કે તમામ લોકો સુરક્ષિત છે. તાલુકા પ્રમાણે વાત કરીએ તો
કલોલ તાલુકાના 107 લોકો
દહેગામ તાલુકાના 52 લોકો અને
ગાંધીનગર તાલુકાના 14 લોકો
આ યાદીમાં સંપર્ક કરેલા વ્યક્તિનું નામ સાથે જ તેઓ હાલ ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તે પણ રિમાર્ક્સમાં દર્શાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 173 લોકો ટૂંક સમયમાં ગુજરાત પરત ફરશે
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





