Home Gujarat 150 Congress Workers Join Aap In Anand

Anand Congress માં ગાબડું! : 150 કોંગ્રેસ કાર્યકરો AAPમાં જોડાયા, અમિત ચાવડાથી નારાજ હતા?

Anand Congress માં ગાબડું!
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 01:20 PM IST

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ અને આણંદ જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના 150થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ આ તમામ કોંગ્રેસના કાર્યકરો અમિત ચાવડાથી નારાજ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.


વિજય બારૈયા AAPમાં જોડાયા

અત્રે જણાવીએ કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રવેશપાસ મામલે ભેદભાવ રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ નરાજગી પક્ષ પલટાના સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના મોટા માથાનું પણ સામાવેશ થાય છે, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ પણ 'પંજો' છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.


150થી કોંગ્રેસના કાર્યકરો AAPમાં જોડાયા

આણંદમાં યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભામાં 150થી કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ તમામ કાર્યકરોનુ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આવકાર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now