Home Gujarat 15 Years Of Legal Battle Against 3 Months Sentence

3 મહિનાની સજા માટે ડ્રાઈવરે 15 વર્ષ કાયદાકીય લડત આપી : HCએ આપ્યો પ્રોબેશનનો લાભ

3 મહિનાની સજા માટે ડ્રાઈવરે 15 વર્ષ કાયદાકીય લડત આપી
Published by: OBS Bureau
Last Updated: Apr 17, 2025, 05:46 PM IST

3 માસની સજા સામે 15 વર્ષ કાનૂની લડત આપી : એસટી બસ ડ્રાઈવરે ગફલત ભરી રીતે બસ ચલાવતા પલટી મારી ગઈ હતી, હાઇકોર્ટે આરોપીને પ્રોબેશનનો લાભ આપ્યો

આ આખી ઘટના પર વિગતવાર વાત કરીએ. જ્યાં 2005માં ST બસ ચીખલીથી વાસંદા તરફ જઈ રહી હતી. તેવામાં વધુ ઝડપે ટ્રકને ઓવરટેક કરતા બસ પલટી ગઈ હતી. જેમાં મુસાફરોને ઈજાઓ થઈ હતી. જેથી બસ બેદરકારીપૂર્વક ચલાવવા બદલ ડ્રાઈવર સામે ગુનો નોંધાયો હતો. મહત્વની વાત એ છે કે બસ ડ્રાઈવરે જાતે પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.

આ કેસ નવસારી કોર્ટમાં દાખલ થતા ટ્રાયલ ચાલી અને 2010માં આરોપીને 03 મહિના કેદ અને 500 રૂપિયાનો દંડ કર્યો હતો. નારાજ અરજદારે વર્ષ 2010માં નવસારી સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નવસારી કોર્ટે વર્ષ 2017માં ચુકાદો આપતા આરોપીની સજા યથાવત રાખી હતી.

નારાજ અરજદારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં રજૂઆત કરાઈ કે અરજદાર સામે કોઈ પૂર્વ ગુના નથી. એટલે તેને પ્રોબેશનનો લાભ આપવામાં આવે. હાઇકોર્ટે 5 હજારના બોન્ડ ઉપર સજાને સસ્પેન્ડ કરી નાખી. અને આરોપીને 1 વર્ષ સુધી સારા વ્યવહાર સાથે પ્રોબેશનનો લાભ આપ્યો. જો સારા વ્યવહારની શરતનો ભંગ થશે તો નવસારી કોર્ટ સજા માટે કાર્યવાહી કરી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now