CM Bhupendra Patel Chintan Shibir : વલસાડ–ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો. ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ થીમ ધરાવતી આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડું મંથન થશે. શિબિર દરમિયાન વિકસિત ગુજરાત – 2047ના સંકલ્પને સાકાર કરવા માટે જરૂરી નીતિઓ, યોજનાઓ અને કાર્યપદ્ધતિઓ પર ચર્ચા થશે. સાથે જ આધુનિક ટેકનોલોજીના યુગમાં રાજ્ય કેવી રીતે આગળ વધી શકે તેના ભાગરૂપે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સંબંધિત મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચા યોજાશે.
વલસાડમાં 12મી ચિંતન શિબિરનો પ્રારંભ
ચિંતન શિબિરના આ પાંચ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ તેમજ વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અને જાહેર સલામતી તેમજ હરિત ઊર્જા તથા પર્યાવરણ. આ તમામ વિષયો પર મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા સામૂહિક ચિંતન-મંથન કરીને ભવિષ્યમુખી યોજનાઓ તૈયાર કરવામાં આવશે.
ટીમ ગુજરાતની શબિર
પ્રારંભ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતને પ્રેરણા આપતાં જણાવ્યું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ મનોબળ અડગ રાખીને કાર્ય કરવું એ જ સચ્ચી સરકારશીલતા છે, અને આવતી પેઢી માટે રાખવો જરૂરી છે અને ટીમ ગુજરાતની સંકલ્પશક્તિ રાજ્યને વિકાસના નવા શિખરો તરફ લઈ જશે.






