Jamnagar Crime News : જામનગર શહેરના નવાગામ વિસ્તારમાં સગીર બાળકી સાથે અડપલા કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આશરે 11 વર્ષ 7 મહિનાની બાળકી સાથે એક યુવકે અડપલા કર્યા હોવાની ફરિયાદ સગીરાના પિતાએ સીટી-બી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી
ફરિયાદ મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રારંભિક પૂછપરછ હાથધરાઈ
પ્રારંભિક પૂછપરછ ચાલુ છે, અને કેસની વધુ તપાસને વેગ આપવામાં આવી રહ્યો છે. પોલીસે ખાતરી આપી છે કે બાળકીનું સાયક્સિક તથા કાનૂની સંરક્ષણ તમામ રીતે સુનિશ્ચિત કરવામાં આવશે અને કેસને ગંભીરતાથી આગળ ધપાવવામાં આવશે.






