Home Gujarat 106 Children In Dehgam Affected By Food Poisoning

દહેગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર : સ્કૂલની હોસ્ટેલમા જમ્યા બાદ બાળકોમાં અસર જોવા મળી હતી

દહેગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 10:06 AM IST

ગાંધીનગર જિલ્લાના દહેગામના ઝાક ગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ઝાક ગામમાં જે.એમ. દેસાઈ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. સ્કૂલની હોસ્ટેલમાં ભોજન આરોગ્યા બાદ બાળકોને આંખે ઝાંખુ દેખાવાની સમસ્યા થઈ હતી. 225માંથી 106 બાળકોને ફૂટ પોઈઝનિંગની અસર થઈ હતી. આ તમામ બાળકોમાંથી 12 બાળકોને અસર વધુ હોવાથી સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. મળતી માહિતી પ્રમાણે હાલ તમામ  બાળકો સ્વસ્થ છે.

ઘટનાને લઈને તાલુકા આરોગ્ય જીલ્લા આરોગ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનું વહીવટી તંત્ર સ્થળ ઉપર પહોંચી ગયું હતું. પ્રાથમિક તપાસમાં રાબેતા મુજબના જમણવાર કરતા અલગ જમવાનું દાળ ભાત, પુરી શાક અને લાડવા જમ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જે જમ્યા બાદ બે કલાક પછી બાળકોને અસર શરૂ થઈ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. વધુ અસરગ્રસ્ત થયેલા 12 જેટલા બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તમામ બાળકોનું ચેકિંગ આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.શાળાના સંચાલકો દ્વારા આ મામલે કોઈ જ નિવેદન આપવા માંથી લેવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now