Home Business 1 April From Fastag Annual Pass Will Be Expensive Now You Will Have To Pay So Much Money Know Full Detail

1 એપ્રિલથી FASTag એન્યુઅલ પાસ થશે મોંઘો! : હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા; જાણો સંપૂર્ણ વિગત

1 એપ્રિલથી FASTag એન્યુઅલ પાસ થશે મોંઘો!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 12:59 PM IST

FASTag annual pass fee hike: દેશભરમાં નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI) એ FASTag એન્યુઅલ પાસની ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દરો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ વધારા બાદ વાહન માલિકોએ વાર્ષિક પાસ માટે પહેલા કરતા વધુ કિંમત ચૂકવવી પડશે.

કેટલો થયો છે વધારો?

NHAI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, FASTag એન્યુઅલ પાસની કિંમત 3,000 રૂપિયાથી વધારીને 3,075 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે, હવે આ સુવિધાનો લાભ લેવા માટે વાહન માલિકોએ 75 રૂપિયા વધારાના ખર્ચવા પડશે. આ સુધારેલા દરો આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે લાગુ થશે.

કોને મળશે આ પાસનો લાભ?

આ વાર્ષિક પાસ દરેક વાહન માટે નથી, તેના માટે ચોક્કસ શરતો છે. આ પાસ માત્ર નોન-કોમર્શિયલ એટલે કે ખાનગી વાહનો (જેમ કે કાર, જીપ અને વાન) માટે જ ઉપલબ્ધ છે. જે વાહનોમાં માન્ય FASTag લગાડેલું છે, તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ પાસ લીધા પછી વાહન ચાલક આખું વર્ષ અથવા મહત્તમ 200 વખત ટોલ પ્લાઝા પસાર કરી શકે છે. આ બેમાંથી જે પણ વહેલું પૂર્ણ થશે, તે મુજબ પાસની માન્યતા સમાપ્ત ગણાશે.

શા માટે વધારવામાં આવી ફી?

NHAI ના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે ફી નિયમો હેઠળ આ વધારો કરવામાં આવ્યો છે. સરકાર દર વર્ષે આ દરોની સમીક્ષા કરે છે જેથી ટોલ સિસ્ટમ અને હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી વધુ સારી રીતે કરી શકાય. હાલમાં દેશભરમાં 50 લાખથી વધુ વાહન માલિકો આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. ખાનગી વાહનોના કુલ ટોલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 28% હિસ્સો આ પાસનો છે. આ પાસ દેશના અંદાજે 1,150 ટોલ પ્લાઝા પર માન્ય છે. આ પાસ માત્ર નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે માટે છે. રાજ્ય સરકારો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર આ સુવિધા લાગુ પડતી નથી.

પાસ કેવી રીતે મેળવવો?

વાહન માલિકો ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી આ પાસ ખરીદી શકે છે. Rajmarg Yatra એપ દ્વારા, NHAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા, પેમેન્ટ કર્યાના થોડા જ કલાકોમાં આ પાસ તમારા વાહનના હાલના FASTag પર એક્ટિવ થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now