Home Tech/Gadgets Truecaller Alternative India Bsnl Cnap Service New Service 2026

હવે Truecaller વગર જાણી શકાશે કોલ કરનારનું અસલી નામ : BSNL લાવી રહ્યું છે પોતાની સ્પેશિયલ કોલર ID સર્વિસ, જાણો ક્યારે શરૂ થશે આ સર્વિસ?

Truecaller Alternative BSNL CNAP Service
Published by: Nirali Gohil
Last Updated: Mar 26, 2026, 09:10 AM IST

BSNL CNAP Service: આજના ડિજિટલ યુગમાં અજાણ્યા નંબર પરથી આવતા કોલ અને તેના દ્વારા થતા ફ્રોડ એક મોટી સમસ્યા બની ગયા છે. અત્યાર સુધી લોકો કોલ કરનારનું નામ જાણવા માટે 'ટ્રુકોલર' (Truecaller) જેવી થર્ડ પાર્ટી એપ્સ પર નિર્ભર રહેતા હતા, પરંતુ હવે સરકારી ટેલિકોમ કંપની BSNL આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા જઈ રહી છે. BSNL તેના યુઝર્સ માટે CNAP (કોલર નેમ પ્રેઝન્ટેશન) સેવા લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે આગામી 3 થી 4 મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થઈ શકે છે.

BSNL એ આ ટેકનોલોજી માટેનું સોલ્યુશન તૈયાર કરી લીધું છે અને હાલમાં તે 'ઇન્ટિગ્રેશન ફેઝ'માં છે. આ સેવાની સૌથી ખાસ વાત એ છે કે તેના માટે કોઈ વધારાની એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. ખાનગી ટેલિકોમ કંપનીઓ જેવી કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ આ દિશામાં કામ શરૂ કરી દીધું છે, ત્યારે BSNL પણ હવે તેના ગ્રાહકોને સુરક્ષિત અને પારદર્શક કોલિંગ અનુભવ આપવા માટે ઝોન મુજબ કામગીરી કરી રહી છે.

શું છે આ CNAP સર્વિસ અને તે કેવી રીતે કામ કરશે?

CNAP એટલે કે Caller Name Presentation એક એવી સુવિધા છે જેના દ્વારા ફોન કરનાર વ્યક્તિનું નામ તમારી સ્ક્રીન પર દેખાશે, ભલે તે નંબર તમારા ફોનમાં સેવ ન હોય. ટ્રુકોલર અને CNAP વચ્ચેનો મુખ્ય તફાવત ડેટાની સચોટતાનો છે. ટ્રુકોલર લોકોના ફોનબુકમાંથી ડેટા મેળવે છે જે ઘણીવાર ખોટો હોઈ શકે છે (જેમ કે કોઈનું નામ 'Spam' અથવા 'Driver' દેખાવું).

જ્યારે CNAP સેવા ટેલિકોમ કંપનીઓ પાસે રહેલા સત્તાવાર KYC (Know Your Customer) રેકોર્ડનો ઉપયોગ કરે છે. એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિ સિમ કાર્ડ ખરીદે છે ત્યારે જે નામ સરકારી દસ્તાવેજમાં આપ્યું હોય, તે જ નામ કોલ દરમિયાન ડિસ્પ્લે થશે. આનાથી નામની સચોટતા 100% રહેશે અને ખોટા નામોથી છેતરાવાની શક્યતા નહિવત્ થઈ જશે.

આ પણ વાંચો: મહિલાઓની સુરક્ષા માટે BSNLનું નવું કવચ : હવે રિચાર્જ વખતે મોબાઈલ નંબર જણાવવાની જરૂર નહીં રહે

ડિજિટલ એરેસ્ટ અને સ્પામ કોલ્સથી મળશે છુટકારો

છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ એરેસ્ટ' અને ઓનલાઈન કૌભાંડોના કિસ્સાઓ ઝડપથી વધ્યા છે. ઠગ લોકો અજાણ્યા નંબર પરથી ફોન કરીને લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવતા હોય છે. CNAP લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ પ્રકારના સ્પામ કોમ્યુનિકેશન અને કૌભાંડોને રોકવાનો છે. જ્યારે યુઝરને ખબર હશે કે સામેવાળી વ્યક્તિ કોણ છે અને તેનું રજીસ્ટર્ડ નામ શું છે, ત્યારે છેતરપિંડી કરનારાઓ માટે લોકોને ફસાવવું મુશ્કેલ બનશે.

ક્યારે શરૂ થશે આ સર્વિસ?

ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર, BSNL માટે CNAP નું રોલઆઉટ ઇન્ટિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થશે. હાલમાં દેશના અલગ-અલગ ઝોનમાં આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ અને જોડાણ ચાલી રહ્યું છે. એકવાર આ સેવા લાઈવ થઈ ગયા પછી, BSNL યુઝર્સને અજાણ્યા કોલ્સથી થતી પરેશાનીમાંથી કાયમી મુક્તિ મળી જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
AI સેન્ટરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનશે GIFT City
શું ChatGPT, Gemini અને અન્ય AI ચેટબોટ એક સરખું જ વિચારે છે?
Samsung એ લોન્ચ કર્યા Galaxy A57 5G અને A37 5G
₹35,000 માં Poco, Vivo અને OnePlus ના લેટેસ્ટ ફોનમાંથી કયો બેસ્ટ?