ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે આજે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારની સશક્ત વયોવૃદ્ધ,સશક્ત સમાજ તરફની આ યોજના અંતર્ગત જિલ્લાભરમાં 15 દિવસ સુધી લાભાર્થીઓનું મૂલ્યાંકન કરી ત્યારબાદ નિયમિઆધિન સાધનોની ફાળવણી કરવામાં આવશે.
ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતેથી આજે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓ વયોવૃદ્ધો અને દિવ્યાંગોની મદદ માટે તત્પર છે અને વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડી રહી છે, ત્યારે આજથી 15 દિવસ સુધી ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળો પર ALIMCOના સહયોગથી મૂલ્યાંકન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેનની સાથે આરોગ્ય અધિકારીની ટીમ ઉપરાંત કમિશ્નર,એસપી,મેયર સહિતના પદાધિકારીઓ,સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા.આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે, જેને ચાલવાની લાકડી,વ્હીલ ચેર,વોકર,કાનનું મશીન,ઘૂંટણ અને કમર ના બેલ્ટ, કુત્રિમ દાંત સહિતના 15 જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવનાર છે.જેની જરૂરી ડોક્યુમેન્ટ સાથેની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે.સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાલિકાની ચૂંટણી પહેલા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી: સુરતના કાપોદ્રા મેઈન રોડ પર ભરઉનાળે મસમોટો ભુવો પડ્યો






