Home Gujarat Police Firing On Accused In Rape Case

વધુ એક દુષ્કર્મીનું મીની એન્કાઉન્ટર : દુષ્કર્મ વાળી જગ્યા પરથી દુષ્કર્મીની ભાગવાની કોશિશ; PI લતા દેસાઈએ કરી દીધું ફાયરિંગ

વધુ એક દુષ્કર્મીનું મીની એન્કાઉન્ટર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 05:37 PM IST

ઉત્તરપ્રદેશ પોલીસના માર્ગે ચઢી ચુકેલી ગુજરાત પોલીસે વધુ એક મીની એન્કાઉન્ટરને અંજામ આપ્યો છે,લાંબા સમય પછી ફરી એકવાર ગુજરાતમાં એન્કાઉન્ટરની પ્રથા ચાલુ કરનાર ગાંધીનગર પોલીસેજ તેનાં પ્રથમ મીની એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપ્યો છે.સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને શનિવારે સાંજે રિકન્સ્ટ્રક્શ માટે લઇ જવાયો ત્યારે તેના દ્વારા ભાગવાની કોશિશ કરવામાં આવતા પી આઈ લતા દેસાઈએ આરોપીના પગ પર ગોળીઓ ધરબી દઈ કાબુ કરી લીધો.. મીની એન્કાઉન્ટરની ઘટનાના સ્થળે પહોચેલ લોકોના ટોળાએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ગાંધીનગર પોલીસ જિંદાબાદના નારા લગાવવા સાથે પોલીસને થેંકયુ કહ્યું હતું.

સેક્ટર-24 વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ગુનાની તપાસના ભાગરૂપે આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે આરોપીએ અચાનક પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમે ચેતવણી આપ્યા બાદ પણ આરોપી ન અટકતા, તેને કાબૂમાં લેવા માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી. ફાયરિંગ દરમિયાન આરોપીને પગમાં ગોળી વાગી છે.

ઘટના બાદ આરોપીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.હાલ આરોપીની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

સેક્ટર – 24 નજીક ના જંગલ જેવી ઝાડીઓનાં વિસ્તારમાં જે સ્થળે બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તેજ સ્થળેથી આરોપીએ ભાગવાની કોશિશ કરતા પી આઈ લતા દેસાઈએ તેને રોકાઈ જવા કહ્યું પરંતુ તે રોકાયો નહિ અને ભાગવા લાગતા પી આઈ લતા દેસાઈએ ફાયરિંગ કરી દીધું

ગાંધીનગર જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ઝડપી પાડવા માટે અમેં ‘ઓપરેશન વીરાંગના’ નામ આપ્યું હતું.આરોપીને ઝડપી લાવ્યા હતા,તેના DNA સેમ્પલ લેવામાં આવ્યા હત અને DNA મેચ થયા હતા,આરોપીને તપાસ પ્રક્રિયાના ભાગરૂપે તેના ઘરે લઇ જવામાં આવ્યો હતો, જ્યાંથી કપડા કબજે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બનાવ વાળી જગ્યા પર લઇ ગયા ત્યારે તેના દ્વારા ભાગવાની કોશિશ કરી જેથી તેના પર પી આઈ લતા દેસાઈ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકી પર થયેલા દુષ્કર્મના કેસને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે, જ્યારે લોકો પોલીસની ઝડપી કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now