Home Gujarat Offbeat Stories Gujarati News Ahmedabad Patan Chanakyapuri Love Affair Old Enmity Firing

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ : પિતરાઇ બહેનના પ્રેમી પર બે રાઉન્ડ ફાયરિંગ, યુવકને પગમાં ગોળી ધરબી

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2026, 04:18 AM IST

અમદાવાદના ચણક્યપુરી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ કર્યું છે. મળતી માહિતી મુજબ યુવકના કાકાની દીકરી સાથે અન્ય એક યુવાન પ્રેમ સંબંધમાં હતો, તેની અદાવતમાં તે યુવકને પગમાં ગોળી મારી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સોલા પોલીસે આને હત્યાનો પ્રયત્ન સમજી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોર મોન્ટુ દેસાઇના કાકાની દીકરી પાટણના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ મામલે અગાઉ પણ વિવાદ થયો હતો, પરંતુ ત્યારે સમાધાન થઈ ગયું હતું.

આ સમાધાન બંને પક્ષો વચ્ચે થયું હતું હતું પરંતુ મોન્ટુના મનમાં નહીં. તેને યુવક પર ગુસ્સો રાખ્યો હતો. જ્યારે મોન્ટુ અને યુવક બંને ચાણક્યપૂરી વિસ્તારમાં ભેગા થયા, ત્યારે બંને વચ્ચે બોલાચાલી હતી. આ દરમિયાન મોન્ટુએ તેની પાસે રહેલી રિવોલ્વર કાઢીને યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને તેના પગમાં ગોળી ધરબી દીધી.

ગોળી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોન્ટુ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફરાર મોન્ટુ દેસાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now