Home National Ed Raids Punjab Minister Sanjeev Arora Money Laundering Hawala Case

પંજાબના મંત્રી સંજીવ અરોરાની ED દ્વારા ધરપકડ! : ગુજરાત સહિત 4 રાજયોમાં એકસાથે દરોડા! જાણો શું છે આરોપો

Sanjeev Arora
Published by: Suman Dabhi
Last Updated: May 09, 2026, 11:33 AM IST

Sanjeev Arora ED Raid: EDએ પંજાબ સરકારના ઉદ્યોગ, ઉર્જા, રોકાણ પ્રોત્સાહન અને સ્થાનિક સ્વરાજ્ય મંત્રી સંજીવ અરોરાની ચંડીગઢના સેક્ટર-૨માં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાને તપાસ કરીને તેમની ધરપકડ કરી છે.

મુખ્ય વિગતો: ED એ PMLA (Prevention of Money Laundering Act) 2003 હેઠળ તપાસ કરી છે.

આરોપ: અરોરા અને તેમની કંપની દ્વારા મોબાઈલ ફોન્સના ₹100 કરોડથી વધુના નકલી GST ખરીદી (fake bills) અને તેને ડુબઈ વગેરે દેશોમાં એક્સપોર્ટ કરીને મની લોન્ડરિંગ (રાઉન્ડ-ટ્રિપિંગ) કરવામાં આવ્યું હોવાનો.

તપાસ ચંડીગઢ, ગુરુગ્રામ અને અન્ય સ્થળોએ કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પંજાબ સરકારના મંત્રી અને ધારાસભ્ય સંજીવ અરોરા સાથે જોડાયેલા મોટા મની લોન્ડરિંગ, હવાલા, ગેરકાયદેસર સટ્ટાબાજી અને વિદેશી કાળા નાણાંના રાઉન્ડ-ટ્રિપિંગના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. સૂત્રો અનુસાર, પંજાબ, દિલ્હી, હરિયાણા અને ગુજરાતના અનેક સ્થળોએ સવારે એકસાથે EDની ટીમો દરોડા પાડ્યા હતા. આ તપાસમાં સંજીવ અરોરાના નિવાસસ્થાન, વ્યવસાયિક સ્થળો તેમજ તેમના નજીકના સહયોગીઓના ઠેકાણે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્ય આરોપો

રિયલ એસ્ટેટ ગેરરીતિ: અરોરાની કંપની હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ (અગાઉ રિતેશ પ્રોપર્ટીઝ)માં જમીનનો ગેરકાયદેસર ઉપયોગ, નકલી વેચાણ અને શેરના ભાવમાં કૃત્રિમ વધારો કરવાના આરોપ.

હવાલા અને વિદેશી ભંડોળ: UAEમાંથી હવાલા અને FPI રૂટ વડે કાળા નાણાં ભારતમાં લાવીને રિયલ એસ્ટેટમાં રોકાણ.

સટ્ટાબાજી નેટવર્ક: જલંધરના ઉદ્યોગપતિ ચંદ્રશેખર અગ્રવાલ સાથે ક્રિકેટ સટ્ટાબાજી અને "ખિલાડી બુક" નામના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા મોટા પાયે છેતરપિંડીના આરોપ.

સહયોગીઓ: હેમંત સૂદ (લુધિયાણા-ગુરુગ્રામ-GIFT સિટી)ની નાણાકીય કંપનીઓ પર પણ તપાસ.

આ પણ વાંચો: લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્ય બનશે ભારતના નવા CDS : જાણો તેઓ કોણ છે અને કેમ મહત્વપૂર્ણ આ નિર્ણય?

EDએ ગયા મહિને FEMA હેઠળ પણ અરોરાના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી વ્યવહારોમાં અનિયમિતતા જોવા મળી હતી. હાલમાં તપાસને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આગળ વધારવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ નકલી GST, નકલી નિકાસ બિલ, શેલ કંપનીઓ અને રાજકીય સમર્થનના આંગળાની પણ તપાસ કરી રહી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા નામો સામે આવી શકે તેવી શક્યતા છે. તપાસ હજુ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now