Home International Donald Trumps U Turn 14 Day Break On Middle East War Condition For Opening Hormuz

ટ્રમ્પનું 'ટુ-વીક' અલ્ટીમેટમ : ઈરાન પર બોમ્બિંગ મોકૂફ, પણ શરત એક જ – 'હોર્મુઝ ખોલો અથવા પરિણામ ભોગવો'

Donald Trump Middle East war
Published by: Nirali Gohil
Last Updated: Apr 08, 2026, 04:47 AM IST

Senior journalist Sameer Shukla reports from New Jersey

Trump's U-turn: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ગિયર બદલીને વિશ્વને ચોંકાવી દીધું છે. પાકિસ્તાનની મધ્યસ્થી અને ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને પગલે અમેરિકાએ આગામી બે અઠવાડિયા માટે સૈન્ય કાર્યવાહી પર બ્રેક લગાવી છે. જોકે, આ શાંતિ નથી પણ તોફાન પહેલાની શાંતિ હોઈ શકે છે, કારણ કે ટ્રમ્પની નજર અત્યારે યુદ્ધના મેદાન કરતા વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી સમાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર વધુ છે.

પીસ મિશન કે ચેતવણી? ડિપ્લોમસી અને વિનાશ વચ્ચેની પાતળી રેખા

સવાલ એ છે કે, ટ્રમ્પનું 'પીસ મિશન' કે ઈરાન માટે છેલ્લી તક ? શું ડિપ્લોમસી યુદ્ધને ટાળી શકશે? વિશ્વ આખું જે યુદ્ધના ડર નીચે જીવી રહ્યું છે તેના પર હાલ પૂરતી રોક લાગી છે. પરંતુ ટ્રમ્પની ચેતવણી સ્પષ્ટ છે: "વાતચીતથી માનો અથવા વિનાશ માટે તૈયાર રહો."

પાકિસ્તાનની મધ્યસ્થી: શાહબાઝ શરીફની વિનંતી અને ટ્રમ્પનો પ્રતિસાદ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પાછળના કારણો સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું કારણ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને સૈન્ય નેતૃત્વએ ટ્રમ્પ સાથે વાતચીત કરીને આ હુમલાઓ રોકવા વિનંતી કરી. પાકિસ્તાને આ યુદ્ધમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી છે જેથી પ્રાદેશિક વિનાશ રોકી શકાય.

આ પણ વાંચો: ટ્રમ્પનો આશ્ચર્યજનક યુ-ટર્ન : હુમલાની ધમકી બાદ ઈરાન સાથે સીઝફાયર, 2 અઠવાડિયાનો નાટકીય વિરામ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: વૈશ્વિક તેલ પુરવઠા માટે ટ્રમ્પની આકરી શરત

બીજો અતિ મહત્વપૂર્ણ મુદ્દો, ટ્રમ્પની મુખ્ય શરત એ છે કે ઈરાન 'હોર્મુઝની સામુદ્રધુની' તાત્કાલિક અને સુરક્ષિત રીતે વ્યાપારી જહાજો માટે ખોલી દે. આ માર્ગ વૈશ્વિક તેલ પુરવઠા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ હુમલાઓ શરૂ થઈ ગયા હોત તો ઈરાનના વીજ મથકો અને પુલોનો નાશ થયો હોત, લાખો નાગરિકો પ્રભાવિત થયા હોત. યુદ્ધને કારણે વૈશ્વિક તેલ અને ગેસના ભાવો આસમાને પહોંચ્યા છે. પરંતુ ટ્રમ્પની આ જાહેરાત બાદ તરત જ ક્રૂડના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલ અમેરિકામાં પ્રતિ ગેલન પેટ્રોલના ભાવ 4 Dollar ઉપર પહોંચી ગયા છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. એટલે બે અઠવાડિયાના વિરામથી બજારમાં થોડી સ્થિરતા આવી શકે છે.

ઈરાનનો 10-મુદ્દાનો પ્રસ્તાવ: વાટાઘાટો માટે નવો વ્યવહારુ આધાર

આ સાથે જ ઈરાને 10-મુદ્દાનો એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેને ટ્રમ્પે વાટાઘાટો માટે એક 'વ્યવહારુ આધાર' ગણાવ્યો છે. આગામી બે અઠવાડિયામાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાએ તેના શરૂઆતના લશ્કરી ઉદ્દેશ્યો હાંસલ કરી લીધા છે, તેથી હવે Diplomacy ને તક આપવી જોઈએ.

નિર્ણાયક બે સપ્તાહ: આંતરરાષ્ટ્રીય દબાણ અને સીઝફાયરની કસોટી

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પોપ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ યુદ્ધ રોકવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જો કે આ નિર્ણય કોઈ કાયમી શાંતિ નથી, પરંતુ 'સીઝફાયર' છે. જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં અથવા શરતો માનવામાં નિષ્ફળ જશે, તો ટ્રમ્પે ફરીથી મોટા હુમલા કરવાની ચેતવણી આપી છે. આ બે અઠવાડિયા મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે નિર્ણાયક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now