જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા અને તપાસ એજન્સીઓની તપાસમાં જ્યોતિ મલ્હોત્રાનું નામ સામે આવ્યું છે. ત્યાર બાદ આ મામલાની ખુબ જ ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મામલો વધારે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે જ્યોતિએ સોશિયલ મીડિયા પર બેફામ બફાટ કરવાનું શરૂ કર્યું. સમગ્ર દેશ જ્યારે નાપાક પાકિસ્તાનની સામે બદલો લેવા માટે આક્રોશમાં હતો ત્યારે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પહલગામમાં માર્યા ગયેલાં પ્રવાસીઓ અને ભારત સરકાર પર દોષારોપણ કરતા જોવા મળી હતી. 22 એપ્રિલે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો, ત્યારે તેણે પાકિસ્તાન કે આતંકવાદીઓને દોષ આપવાને બદલે ભારત તરફથી સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા.
NIAએ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને કસ્ટડીમાં લીધી:
સુરક્ષા અને તપાસ એજન્સીઓએ આ કેસની તપાસ બાદ આ યુવતી પાકિસ્તાન માટે જાસુસી કરતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જેને પગલે હાલ આ યુવતીની તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલેકે, NIAની કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ NIAએ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને કસ્ટીડીમાં લીધી છે.
ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ, યૂટ્યૂબ ચેનલ પણ થઈ શકે છે બ્લોક!
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સોશિયલ મીડિયા પર વિશાળ ફેનફોલોઈંગ ધરાવે છે. ‘ટ્રાવેલ વિથ જો’ના નામે તે સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. જોકે, પાકિસ્તાન માટે જાસૂસી કરતી હોવાની વાત સામે આવતા તાત્કાલિક તેનું ઈન્સ્ટા અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે હવે તેનું યુટ્યુબ એકાઉન્ટ પણ બ્લોક થઈ શકે છે. જ્યોતિના સોશિયલ મીડિયા પર 1.39 લાખ ફોલોઅર્સ હતા.
ઉલ્લેખનીય છેકે, NIAની ટીમ સોમવારે જ્યોતિની પૂછપરછ કરવા હરિયાણાના હિસાર પહોંચી હતી. એનાઈએ દ્વારા તેને કસ્ટડીમાં લઈને ચંદીગઢ લઈ જવામાં આવી છે. હવે જ્યોતિને તેના આતંકવાદીઓ સાથેના સંબંધો અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. રવિવાર, 18 મેની રાત્રે હિસાર પોલીસ પણ જ્યોતિના ઘરે પહોંચી. ત્યાં તપાસ કર્યા બાદ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
પહેલગામ હુમલા પહેલાં પાકિસ્તાન ગઈ હતી જ્યોતિઃ
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છેકે, યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા માર્ચ મહિનામાં પાકિસ્તાન ગઈ હતી. આતંકી હુમલા પહેલાં તેણે પહેલગામની પણ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. હિસાર પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તે માર્ચમાં પાકિસ્તાન ગઈ હતી. આવી સ્થિતિમાં, શંકા વધી રહી છે કે તે કાશ્મીર અને સરહદી રાજ્યોમાં મુસાફરી માટે ગઈ હતી અથવા પાકિસ્તાનની જાસૂસી કરવા આવી હતી. જે તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સુધી પહોંચાડી.
આ નિવેદન બાદ યુટ્યુબર જ્યોતિ આવી શંકાના ઘેરામાં
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું હતુંકે, મને ખબર છે કે કાશ્મીરમાં દરેક જગ્યાએ સુરક્ષા દળો તહેનાત રહે છે. ત્યાં મોટી સંખ્યામાં સેના અને પોલીસ દળો હાજર રહે છે. છતાં, જો આ ઘટના બની છે, તો આપણે પણ કોઈક રીતે દોષિત છીએ. આપણે સતર્ક ન હતા, જેના કારણે આ બધું થયું. આપણે સતર્ક અને જવાબદાર રહેવું જોઈએ. ક્યાંક સુરક્ષામાં ખામી હતી, સુરક્ષામાં ચુક હતી. કંઈક ખોટું થયું, જેના કારણે આટલો મોટો હુમલો થયો.પહેલગામ ઘટના માટે ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓ જવાબદાર છે. આમાં, ફક્ત સરકારની જવાબદારી નથી, પરંતુ પ્રવાસ પર જનારા દરેક નાગરિકની પણ જવાબદારી છે. તેમણે સાવધાન રહેવું જોઈએ.






