Home Gujarat Youth Dies Of Electrocution In Naroda Gidc

નરોડા GIDCમાં યુવકને કરંટ લાગતા મોત : પરિવારમાં આક્રંદ, ન્યાયની કરી માંગ, કંપની પર ગંભીર આરોપ

નરોડા GIDCમાં યુવકને કરંટ લાગતા મોત
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 06:32 AM IST

નરોડા GIDC વિસ્તારમાં આવેલી SP ટાટા સર્વિસ સ્ટેશનમાં 22 વર્ષીય યુવક કલ્પેશ પરમારને કરંટ લાગતા દુઃખદ મૃત્યુ થયું છે. ઘટના તે સમયે બની જ્યારે કલ્પેશ વોશિંગ ગન સાથે કામ કરી રહ્યો હતો અને અચાનક કરંટ લાગતાં તે જમીન પર પડી ગયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તેમનો દાવો છે કે કંપનીએ તેમને સાંજે સાત વાગે જાણકારી આપી, જે કંપની પર ગુસ્સો છે.

"અમારો એકનો એક આધાર અમે આજે ગુમાવ્યો છે"

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કંપનીએ ગંભીર બેદરકારી દાખવી છે અને તેમના દીકરાનું મોત થયું હોવા છતાં તેમને સમયસર જાણ પણ કરવામાં આવી નહોતી. કલ્પેશ પરિવારનો એકમાત્ર આધાર હતો અને તેમનું અવસાન પરિવાર માટે કપૂરું છે. પરિજનોએ વ્યથિત ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું કે, "અમારો એકનો એક આધાર અમે આજે ગુમાવ્યો છે"

પરિવારમાં શોકનો માહોલ

ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છે અને તે સાથે આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશે નહીં. તેમના માટે ન્યાય જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી બીજી કોઈ પરિવાર પર દુઃખનો પહાડ ન તુટે. પરિવારની માંગ છે કે ઘટના અંગે કાયદેસર કાર્યવાહી થાય અને સંબંધિત કંપની સામે કડક પગલાં લેવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય