Home Gujarat Young Man With Criminal History Caught With Illegal Pistol And Live Cartridges

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : ગેરકાયદેસર પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતો યુવાન ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 10:13 AM IST

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે કડક કાર્યવાહી કરતા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. અગાઉ મારામારી અને ચોરીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ એક ઈસમને દેશી બનાવટની પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી શહેરમાં ગુનાહિત તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે 20 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદના રાયખડ વિસ્તારમાં પ્રસાદ મિલ સામે જાહેર સ્થળેથી આરોપી અબ્દુલસાજીદ અબ્દુલરજાક શેખ (ઉ.વ. 22)ને ઝડપી લીધો હતો. આરોપી નડિયાદ અને વટવા વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ નંગ-01 અને જીવતા કારતુસ નંગ-02 મળી કુલ રૂ. 10,200 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પુછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ઈમરાન ઉર્ફે ગામડીયા ગેંગ સાથેની અંગત અદાવતના કારણે આ હથિયાર અને કારતુસ તેણે આગ્રા, ઉત્તરપ્રદેશથી મેળવ્યા હતા.

આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ) અને 29(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ વટવા અને વાસણા પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ, ચોરી અને જી.પી. એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2022 માં તેને પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now