Home Gujarat Young Man Takes Camel Into River To Save Peoples Lives Watchvideo

નદીમાં સ્નાન કરવા પડેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ : લોકોનો જીવ બચાવા ઊંટ લઈને નદીમાં ઉતર્યો યુવાન, જુઓ વીડિયો

નદીમાં સ્નાન કરવા પડેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 12:24 PM IST

દ્વારકામાં આજે બપોરે ગોમતી નદીમાં 6 પ્રવાસીઓ ડૂબ્યાં હતા, જેમાં 4 યુવતી અને 2 યુવાનનો  સમાવેશ થાય છે. ડૂબેલા લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે, જયારે અન્ય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ પ્રવાસીઓ જામનગરના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

ઊંટવાળો દેવદુત બન્યો
જયારે આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવવાવા વાળા વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું એન ડૂબતા લોકોને બચાવ્યાં હતા અને બાદમાં રેસ્ક્યુ બોટ આવી અને ડૂબતા લોકોને બચાવ્યાં હતા. ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યુનો વિડીયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. જો આ ઘટનામાં ઊંટવાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now