Home Gujarat Young Man Dies While Running During Police Recruitment Process In Bharuch

ભરૂચમાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડતા યુવાનનું મોત : ત્રણ રાઉન્ડ પૂરા કરી ગ્રાઉન્ડમાં જ ઢળી પડ્યો, તપાસ હાથ ધરાઈ

ભરૂચમાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડતા યુવાનનું મોત
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 07:38 AM IST

ભરૂચ શહેરમાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. PSI (પોલીસ સબ ઈન્સ્પેક્ટર) ભરતી માટે યોજાયેલી શારીરિક કસોટી દરમિયાન દોડ પૂરી કર્યા બાદ એક યુવાનની તબિયત અચાનક લથડી પડતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી ભરતી પ્રક્રિયા સ્થળે હાજર ઉમેદવારોમાં શોક અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અચાનક જમીન પર ઢળી પડ્યો અને...

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવાનનું નામ રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉંમર 25 વર્ષ) હતું અને તે મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી હતો. તે PSIની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ભરૂચ આવ્યો હતો. શારીરિક કસોટીના ત્રીજા રાઉન્ડની દોડ પૂર્ણ કર્યા બાદ યુવાન અચાનક જમીન પર ઢળી પડ્યો હતો.

તબીબોએ તેને મૃત જાહેર કર્યો

તાત્કાલિક તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રના અધિકારીઓ પણ હોસ્પિટલ તથા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથધરી

યુવાનના મોતના કારણે ભરતી પ્રક્રિયામાં હાજર અન્ય ઉમેદવારો અને પોલીસ તંત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now