Home National Yogi Ravi Kishan Honorary Doctorate Explained

"આ ડિગ્રી ગળામાં લટકાવવા માટે હોય છે?" : રવિ કિશનની PhD પર યોગીની ચુટકી, નિયમોની ચર્ચા શરૂ

Yogi Adityanath- Ravi Kishan
Image Credit: pinterest
Published by: Suman Dabhi
Last Updated: May 06, 2026, 05:57 AM IST

Honorary Doctorate: ગોરખપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સાંસદ રવિ કિશન વચ્ચે હાસ્ય અને મજાકનું વાતાવરણ જામી ગયું હતું. રવિ કિશનને 4 મેના રોજ ભોપાલની LNCT યુનિવર્સિટી તરફથી માનદની ઉપાધિ મળી હતી.

આ વાત પર યોગીએ મજાક કરતાં કહ્યું કે આ ડિગ્રીથી નોકરી નહીં મળે, તેને ફક્ત ગળામાં લટકાવી શકાય. માનદ ઉપાધિ (Honoris Causa) એ કોઈ સામાન્ય ડિગ્રી નથી. તેના માટે કોલેજમાં જવું, પરીક્ષા આપવી કે થીસિસ લખવી પડતું નથી. વિશ્વવિદ્યાલય આવી ઉપાધિ એવા વ્યક્તિને આપે છે જેણે સમાજ, કલા, વિજ્ઞાન, રાજકારણ કે સાહિત્યમાં અસાધારણ યોગદાન આપ્યું હોય. રવિ કિશનને તેમના અભિનય અને સાર્વજનિક જીવનના યોગદાન માટે આ સન્માન મળ્યું છે.

KMP હાઈવે પર કાળમુખો અકસ્માત: UP પોલીસના 4 જવાન સહિત 5 લોકોના મોત

મુખ્ય વાતો

નોકરી મળે છે? ના. આ ઉપાધિ અકાદમિક લાયકાત ગણાતી નથી. તેનાથી પ્રોફેસર જેવી નોકરી મેળવી શકાતી નથી.

નામ પહેલાં 'ડૉ.' લગાવી શકાય? UGCના નિયમ મુજબ સીધું 'Dr.' લગાવી શકાતું નથી. જો લગાવવું હોય તો (Honoris Causa) અથવા (Hon.) બ્રેકેટમાં લખવું જરૂરી છે.

આ ઉપાધિ સન્માન માટે છે, વ્યવસાયિક પ્રેક્ટિસ (જેમ કે ડોક્ટર તરીકે સારવાર) માટે નથી.

સચિન તેંદુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓને આવી માનદ ઉપાધિઓ મળી ચૂકી છે. યુનિવર્સિટીઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને મહાન વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આ ઉપાધિ આપે છે.

આ મામલે સીએમ યોગીની ચુટકીએ એક વાર ફરી એકેડેમિક નિયમોની ચર્ચા શરૂ કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now