Home International Worlds Most Expensive Pickle 24 Carrots Luxury Ingredients You Will Be Shocked To Know Price And Making Process

આ અથાણું છે કે સોનાનું ઘરેણું? : દુનિયાનું સૌથી કિંમતી અથાણું, ગાજરને રત્ન જેવું કોતરીને તૈયાર; કિંમત જાણીને ચોંકી જશો

આ અથાણું છે કે સોનાનું ઘરેણું?
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2026, 08:30 AM IST

ભારતીય થાળીમાં અથાણું વગર ભોજન અધૂરું લાગે છે. કેરી, લીંબુ, મરચા કે ગુંદાનું ઘરે બનતું અથાણું તો આપણા રોજિંદા જીવનનો ભાગ છે – સસ્તું, સ્વાદિષ્ટ અને સહેલાઈથી મળી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અથાણું પણ ‘લક્ઝરી’ કેટેગરીમાં આવી શકે છે? એવું અથાણું જેની કિંમત સોનાના ઘરેણા જેટલી હોય અને તેને બનાવવામાં કિંમતી રત્નોની જેમ કારીગરી લાગે?દુનિયામાં એક એવું અથાણું બનાવવામાં આવ્યું છે જેને જોતા જ લાગે કે આ અથાણું નહીં, પરંતુ કોઈ રાજસી વાનગી છે. અમેરિકાના પ્રખ્યાત ટીવી શો ‘Most Expensivest’ માટે બનાવવામાં આવેલું આ અથાણું આજે પણ દુનિયાનું સૌથી મોંઘું અથાણું માનવામાં આવે છે. તેનું નામ છે ‘24 Carrots’ – 24 કેરેટ સોનાથી પ્રેરિત! આ અથાણું માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ તેની બનાવટ અને સામગ્રીમાં પણ અનોખું છે. આજે અમે તમને આ મોંઘા અથાણાની વિગતો, તેની કિંમત અને ભારતમાં મળતા મોંઘા અથાણાં વિશે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો!

ટીવી શો માટે બન્યું હતું દુનિયાનું સૌથી મોંઘું અથાણું

અમેરિકાના પ્રખ્યાત ટીવી શો ‘Most Expensivest’માં અમીર લોકોની લક્ઝરી જીવનશૈલી અને મોંઘી વસ્તુઓ બતાવવામાં આવે છે. આ શો માટે પ્રીમિયમ પિકલ બ્રાન્ડ ‘The Real Dill’એ એક ખાસ અથાણું તૈયાર કર્યું હતું, જેનું નામ રાખવામાં આવ્યું ‘24 Carrots’. આ અથાણું સામાન્ય કાકડી કે કેરીનું નહીં, પરંતુ ગાજરનું હતું. પરંતુ ગાજરને પણ સામાન્ય રીતે કાપવામાં નહોતા આવ્યા – તેને કિંમતી રત્નો અને હીરાના આકારમાં હાથથી કોતરવામાં આવ્યા હતા, જેમાં ઘણી મહેનત અને ઝીણવટભરી કારીગરી લાગી હતી.

દુર્લભ અને મોંઘી સામગ્રીનો ઉપયોગ

આ અથાણાને ખરેખર લક્ઝરી બનાવવા માટે વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો:

  • શેમ્પેન વિનેગર અને મોડેનાનું વ્હાઇટ બાલ્સમિક વિનેગર.

  • સ્પેનનું વિનેગર ડી જેરેઝ.

  • મીઠા તરીકે ઓરેગન સી સોલ્ટ.

  • મસાલામાં ઈરાની કેસર, ફેનલ પોલન (વરિયાળીના પરાગ), ફ્રેન્ચ મરચાં અને મેક્સિકન વેનીલા બીન્સ.

આ તમામ સામગ્રીઓના કારણે આ અથાણું માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ ગુણવત્તામાં પણ અનોખું બની ગયું. જોકે, આ અથાણું શોના શૂટિંગ માટે જ બનાવવામાં આવ્યું હતું અને તેને ક્યારેય બજારમાં વેચવામાં નહોતું આવ્યું.

ભારતમાં પણ મળે છે મોંઘા અથાણાં

ભારતમાં અથાણું તો દરેક ઘરમાં બને છે, પરંતુ કેટલાક અથાણાં તેમની દુર્લભતા અને સામગ્રીને કારણે ખૂબ મોંઘા હોય છે. ઉદાહરણ તરીકે, બિહારમાં ગંડક નદીની ચેપુઆ માછલીનું અથાણું કાજુ-કિશમિશ કરતાં પણ મોંઘું વેચાય છે અને તેની કિંમત હજારો રૂપિયા પ્રતિ કિલો હોય છે. આ અથાણું તેની ખાસ માછલી અને પરંપરાગત રીતને કારણે દુર્લભ અને મોંઘું માનવામાં આવે છે. આવા મોંઘા અથાણાં જોતા લાગે છે કે, અથાણું માત્ર સ્વાદ વધારવાની વસ્તુ નથી, પરંતુ તે લક્ઝરી અને કારીગરીનું પણ પ્રતીક બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now