Masood Azhar: ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. જી હા.. તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ તરત જ મસૂદ અઝહરને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. તેમને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મસૂદ અઝહરને આવ્યો હાર્ટ એટેક
અહેવાલો અનુસાર, કાર્ડિયોલોજિસ્ટ ઈસ્લામાબાદથી કરાચી પહોંચી રહ્યા છે. મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારમાંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. તેમને ટૂંક સમયમાં રાવલપિંડીની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનની આ હરકતથી ખબર પડે છે કે તેણે આતંકવાદી મસૂદ અઝહરને ખુલ્લી છૂટ આપી રાખી છે.
ભારતનો છે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી
તમને જણાવી દઈએ કે આતંકી મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક છે. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર 2019માં ભારતે UAPA હેઠળ અઝહર અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને પાકિસ્તાની આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદને 'આતંકવાદી' જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઈટને હાઈજેક કરવામાં આવી હતી, જેમાં મુસાફરોના બદલામાં આતંકી મસૂદને મુક્ત કરવામાં આવ્યો હતો.
કોણ છે આતંકવાદી મસૂદ અઝહર?
વર્ષ 1968માં જન્મેલા આતંકવાદી મસૂદ અઝહરે પાકિસ્તાનમાં બેસીને ઘણી ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે. તેના જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ આતંકી હુમલા કર્યા છે. પાકિસ્તાન વર્ષોથી મસૂદ અઝહર તેમના દેશમાં હોવાની વાત સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું હતું, જોકે થોડા સમય પહેલા પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે તે તેમના દેશમાં છે અને તેની તબિયત ખરાબ છે.






