Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં પુતિનની ઓરસ લિમોઝીન કારમાં વિસ્ફોટ થયો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ વિસ્ફોટ FSB મુખ્યાલય પાસે થયો હતો. બીજી તરફ, યુક્રેને બેલ્ગોરોડમાં પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો. રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાએ રશિયામાં 3,000 વધુ સૈનિકો મોકલ્યા છે, જેના કારણે રશિયાને ફાયદો થવા લાગ્યો છે.
મોસ્કોમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો, જે કથિત રીતે પુતિનની હતી
રશિયાને મદદ કરવા ઉત્તર કોરિયાએ 3,000 વધારાના સૈનિકો મોકલ્યા
યુક્રેનિયન સેનાએ બેલ્ગોરોડમાં હુમલાને વધુ તીવ્ર બનાવ્યો છે
મોસ્કોમાં એક વૈભવી ઓરસ લિમોઝીન કારમાં વિસ્ફોટ થયો છે. કથિત રીતે આ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કાફલામાંથી છે. એક જ ઝાટકામાં તે કારની હાલત ખખડધજ થઈ ગઈ. આ વિસ્ફોટ રશિયન સુરક્ષા એજન્સી FSB ના મુખ્યાલય પાસે થયો હતો. ધ સનના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ બાદ પુતિને હૂમલાખોરોની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આગ એન્જિનમાંથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી.
લિમોઝીનમાં આગ લાગતાની સાથે જ નજીકના બારના સ્ટાફ મદદ માટે આવ્યા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેઓ ફક્ત જોતા જ રહ્યા. વિસ્ફોટ સમયે વાહનમાં કોણ હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. આ લિમોઝીન પુતિનના રાષ્ટ્રપતિ સંપત્તિ વ્યવસ્થાપન વિભાગની હોવાનું કહેવાય છે. આગ લાગવાનું કારણ પણ બહાર આવ્યું નથી. આ ઘટના લુબ્યાન્કામાં એફએસબી ગુપ્ત સેવાના મુખ્યાલય પાસે બની હતી. ઉલ્લેખનીય છે કે જે કાર પર હુમલો કરવામાં આવ્યો એ વાહનની કિંમત 3 કરોડ રૂપિયા છે.
🚨🚨
— ITDUDE Fella (@The_Real_ITDUDE) March 29, 2025
What’s Putin doing? 👀
🚨🚨
Aurus Senat car, which belongs to the official fleet of the Russian President, exploded right in the center of Moscow. pic.twitter.com/5x1qckkXuz
બીજી તરફ, યુક્રેનિયન સેનાએ રશિયાના બેલ્ગોરોડ ક્ષેત્રમાં જોરદાર હુમલો કર્યો છે. યુક્રેને ડ્રોન, તોપખાના અને સૈનિકોનો ઉપયોગ કરીને એક સાથે હુમલો કર્યો, જેના કારણે રશિયન છાવણીમાં ગભરાટ ફેલાયો છે. બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવના જણાવ્યા અનુસાર, યુક્રેને 150 કિલોમીટર લાંબી સરહદ પર 20 થી વધુ ગામોને નિશાન બનાવ્યા હતા. યુક્રેનિયન સૈન્યએ આ હુમલાની સ્વીકૃતિ આપી નથી. ગયા વર્ષે, યુક્રેને રશિયાના કુર્સ્ક ક્ષેત્રનો 1,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. પરંતુ તાજેતરમાં તે તેના હાથમાંથી સરકી રહ્યું છે. આ પાછળ ઉત્તર કોરિયાના સૈનિકોની મદદને પણ જવાબદાર માનવામાં આવે છે.





