Home Business World Most Valuable Company Nvidia Bonus India Employees Jensen Special Grant 1 Crore

નોકરી હોય તો આવી! : દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! રૂ. 3 કરોડ સુધીનું પેકેજ અને શેર બોનસ

Nvidia Bonus Jensen Grant
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 09:27 AM IST

Nvidia Bonus India: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિની આગેવાન અને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એનવીડિયા (Nvidia) એ તેના ભારતીય કર્મચારીઓ પર ધનવર્ષા કરી છે. કંપનીએ ભારતમાં કાર્યરત તેના અંદાજે 10,000 કર્મચારીઓ માટે 'જેન્સન સ્પેશિયલ સ્ટોક ગ્રાન્ટ' (Jensen Special Stock Grant) ની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ બોનસ હેઠળ કર્મચારીઓને શેરના રૂપમાં કરોડો રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે. ટેક સેક્ટરમાં અત્યારે Nvidia ના આ પગલાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે, કારણ કે કંપનીએ તેના ટેલેન્ટને સાચવી રાખવા માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે.

5 લાખથી 1 કરોડ સુધીનું બોનસ: કોને કેટલો ફાયદો?

રિપોર્ટ અનુસાર, Nvidia ના કર્મચારીઓને મળનારી આ બોનસની રકમ પદ અને અનુભવના આધારે ₹5 લાખથી શરૂ કરીને ₹1 કરોડ સુધીની છે. આ સ્પેશિયલ ગ્રાન્ટ હેઠળ કર્મચારીઓને તેમના અગાઉના રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ (RSU) ના વધારાના 25 ટકા શેર ભેટ તરીકે મળ્યા છે. ખાસ કરીને મિડ-લેવલ કર્મચારીઓને વાર્ષિક ઈક્વિટી ઉપરાંત વધારાના 8 RSU (જેની કિંમત આશરે ₹5.3 લાખ છે) આપવામાં આવી રહ્યા છે, જ્યારે ટોપ લેવલના એન્જિનિયરો માટે આ આંકડો કરોડને પાર કરી ગયો છે.

4 વર્ષ સુધી ચાલશે પૈસાનો વરસાદ: કેવી રીતે મળશે રકમ?

કંપનીએ આ રકમ એકસાથે આપવાને બદલે ચાર વર્ષના ગાળામાં હપ્તાવાર ચૂકવવાનું આયોજન કર્યું છે. આ ગ્રાન્ટની કિંમત 898.2 ડૉલરના સરેરાશ શેર ભાવ પર નક્કી કરવામાં આવી છે. આ ચૂકવણીની પ્રક્રિયા 18 સપ્ટેમ્બર, 2024 થી શરૂ થઈ ગઈ છે, જેમાં 6.25 ટકાનો પ્રથમ હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. હવે વર્ષ 2028 સુધી દર ત્રણ મહિને (ત્રિમાસિક ગાળે) કર્મચારીઓના ખાતામાં આ બોનસ જમા થતું રહેશે. આ વ્યૂહરચના પાછળ કંપનીનો ઉદ્દેશ્ય લાંબા ગાળા સુધી શ્રેષ્ઠ કર્મચારીઓને પોતાની સાથે જોડી રાખવાનો છે.

આ પણ વાંચો: રોકાણકારોની લાગશે લોટરી : દેશની આ મોટી સરકારી કંપની આપશે 1:1 બોનસ શેર, જાણો કોને મળશે ડબલ ફાયદો!

એન્જિનિયરોનો વાર્ષિક પગાર ₹3 કરોડને પાર!

Nvidia માં કામ કરતા એન્જિનિયરોનું સેલરી પેકેજ અત્યારે આખા IT સેક્ટરમાં આકર્ષણનું કેન્દ્ર છે. કંપનીના ટોપ એન્જિનિયર્સને મળતા સ્ટોક એવોર્ડ્સ અને બેઝિક સેલરીને ભેગી કરવામાં આવે તો તેમનું વાર્ષિક પેકેજ ₹2 થી ₹3 કરોડ સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે, Nvidia માં કુલ સેલરી પેકેજમાં રોકડ કરતા ઈક્વિટી (શેર) નો હિસ્સો 50 થી 75 ટકા જેટલો મોટો હોય છે. જેમ-જેમ કંપનીના શેરના ભાવ વધે છે, તેમ-તેમ કર્મચારીઓની સંપત્તિમાં પણ મોટો ઉછાળો આવે છે.

વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીની મોટી રણનીતિ

માર્કેટ કેપની દૃષ્ટિએ Nvidia અત્યારે વિશ્વની નંબર-1 કંપની બની ગઈ છે, જેનું માર્કેટ કેપ આશરે 4.776 ટ્રિલિયન ડૉલર છે. સીઈઓ જેન્સન હુઆંગ માને છે કે કંપનીની આ સફળતા પાછળ કર્મચારીઓની મહેનત છે, અને તેથી જ 'જેન્સન સ્પેશિયલ ગ્રાન્ટ' દ્વારા તેમણે કર્મચારીઓમાં નવો ઉત્સાહ જગાડ્યો છે. ભારત Nvidia માટે એક મોટું હબ છે અને અહીંના પ્રતિભાશાળી એન્જિનિયરો માટે આ બોનસ દિવાળી જેવી ખુશીઓ લઈને આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now