Home Gujarat Women Targeted By Smugglers In Surat As Gold Prices Rise

સોનાના ભાવમાં વધારો થતાં સુરતમાં તસ્કરોના નિશાને મહિલાઓ : પોણા કલાકમાં ઉધના–અડાજણમાં ચેન સ્નેચિંગની બે ઘટના

સોનાના ભાવમાં વધારો થતાં સુરતમાં તસ્કરોના નિશાને મહિલાઓ
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 11:04 AM IST

સોનાના ભાવમાં સતત વધારો થતો હોવાના પગલે સુરત શહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉધના અને અડાજણ વિસ્તારમાં બાઈક સવાર ગઠિયાઓનો આતંક ફરી વળ્યો છે. શહેરમાં સોનાના ભાવ આસમાને પહોંચતા ચોર ટોળકીઓ લોકોને ટાર્ગેટ બનાવી રહી હોવાનું સ્પષ્ટ બન્યું છે. માત્ર પોણા કલાકના ટૂંકા સમયગાળામાં ઉધના અને અડાજણ વિસ્તારમાં બે ગૃહિણીઓના ગળામાંથી સોનાની ચેન તૂટતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં બંને ચેન સ્નેચિંગની ઘટનાઓ એક જ શખ્સે અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

સોનાના ભાવમાં વધારો થતા મહિલાઓને ટાર્ગેટ કરતા તસ્કરો

પ્રથમ ઘટના ઉધના મહાદેવ ફળિયામાં નોંધાઈ હતી. અહીં રહેતી 37 વર્ષીય સોનમબેન કિરણભાઈ દવે 31 જાન્યુઆરીના રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યે ઘરની નજીક કચરો ફેંકવા માટે બહાર નીકળ્યાં હતાં. તેરાપંથ ભવન પાસેથી પસાર થતી વખતે અચાનક મોપેડ પર આવેલો એક શખ્સ ધસી આવ્યો અને સોનમબેનના ગળામાંથી અંદાજે એક લાખ રૂપિયાની કિંમતનો આઠ ગ્રામ વજનનો સોનાનો અછોડો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી સોનમબેન દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી ઘટના અડાજણ વિસ્તારમાં નોંધાઈ હતી. અડાજણ શંખેશ્વર હાઈટ્સમાં રહેતી 31 વર્ષીય જ્યોત્સનાબેન શૈલેષભાઈ પટેલ 31 જાન્યુઆરીના રોજ બપોરે સવા બે વાગ્યે નિશાલ આર્કેડ પાસે ચાલી રહેલા જૈન ધર્મના પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં. વૈષ્ણોદેવી લાઈફસ્ટાઈલ નજીક પહોંચતાં જ બાજુમાં મોપેડ ચલાવતા એક શખ્સે અચાનક તેમના ગળામાંથી અંદાજે 14 હજાર રૂપિયાનો સોનાનો અછોડો ઝૂંટવી લીધો અને આંખ ઝબકાવામાં ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી લીધો

બંને ઘટનાઓની ફરિયાદ મળતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસતાં બંને ચેન સ્નેચિંગની ઘટનાઓ એક જ આરોપી દ્વારા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આરોપીને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેની વધુ પૂછપરછ તેમજ અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર