Home International Will Any Of The Governors Become The Next Vice President Of The Country Many Governors Met Modishah

શું રાજ્યપાલોમાંથી આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે? : ઘણા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો મોદી-શાહને મળ્યા!

શું રાજ્યપાલોમાંથી આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે?
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 07:26 AM IST

જગદીપ ધનખડેના રાજીનામાના કારણે ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. શાસક પક્ષ ભાજપ દ્વારા હાલમાં કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, તાજેતરના સમયમાં ભાજપનું ટોચનું નેતૃત્વ અનેક રાઉન્ડની બેઠકો કરી ચૂક્યું છે. તાજેતરની એનડીએ બેઠક બાદ અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર છોડી દેવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોના સંભવિત ફેરબદલની યોજના, જે લાંબા સમયથી અટકી પડી હતી, હવે ફરીથી ગતિ પકડી રહી છે.


કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ?

સૂત્રો પાપ્ત વિગતો મુજબ, આ ફેરફાર અગાઉ ચોમાસુ સત્ર અને આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જેવા કારણોસર મુલતવી રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાજપના ટોચના નેતૃત્વને મળ્યા છે. બુધવારે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા.જેના એક દિવસ પહેલા મંગળવારે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ શિવ પ્રતાપ શુક્લાએ 29 જુલાઈના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.


શું રાજ્યપાલોમાંથી કોઈ એક દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે?

એક મીડિયાના અહેવાલ આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં આવી લગભગ એક ડઝન બેઠકો થઈ છે. આમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા જેવી અગ્રણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. રાજકીય વર્તુળોમાં આ બેઠકોને આગામી ફેરબદલની તૈયારીના સંકેત તરીકે જોવામાં આવી રહી છે, જોકે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. જોકે, આ બેઠકો પછી, એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે રાજ્યપાલોમાંથી એકને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત પણ જ્યારે ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જદગીપ ધનખડનું નામ જાહેર કર્યું હતું, ત્યારે તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?