દર વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થતા વેલેન્ટાઈન વીક આ વર્ષે ખુબ જ ખાસ રીતે ઉજવવામાં આવી રહ્યું છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, પ્રોમિસ ડે અને ટેડી ડે પછી, યુગલો આજે કિસ ડે ઉજવશે. આ દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ દિવસ કેવી રીતે શરૂ થયો અને શા માટે ઉજવવામાં આવે છે? આ ખાસ દિવસની ઉજવણી પાછળનું કારણ છે.
વેલેન્ટાઇન વીકના છઠ્ઠા દિવસે આવતા કિસ ડેને દરેક કપલ માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે એકબીજા પ્રત્યે પ્રેમ, આદર અને કેર કરવા માટે ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેનાથી સંબંધોમાં પ્રેમ વધે છે. પરંતુ આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવું પણ અગત્યનું છે.
શું છે ઈતિહાસ?
ફ્રાન્સમાં છઠ્ઠી સદીમાં યુગલો એકબીજા સાથે નૃત્ય કરીને અને પછી નૃત્યના અંતે કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે રશિયામાં લગ્ન દરમિયાન કસમ ખાતી વખતે કિસ કરવાની પ્રથા હતી. જ્યારે રોમમાં કોઈનું અભિવાદન કરવા માટે કિસ કરવામાં આવતી હતી. આ રીતે, ધીમે ધીમે, કિસ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવાનો ટ્રેન્ડ વિશ્વભરમાં શરૂ થયો.
આ દિવસ કેમ ઉજવવામાં આવે છે?
વેલેન્ટાઇન ડે એ કપલ્સ માટે એક ખાસ દિવસ છે કારણ કે કિસ પ્રેમને મજબૂત કરે છે. જેનાથી તમે તમારા પ્રિય વ્યક્તિને ખૂબ જ પ્રેમથી તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
ટ્રેનમાં તમારી કન્ફર્મ સીટ પર કોઈએ જમાવ્યો છે કબજો?: માત્ર ફોનથી 1 મિનિટમાં કરી શકો છો ફરિયાદ, જાણો રેલવેની 3 ખાસ સુવિધાઓ






