Home International Why Donald Trump Impose Tariff On Penguin Islands

આવી રીતે ચીન ટેરિફથી બચતુ આવ્યું છે : છટક બારી ના રહે તેમાટે ટ્રમ્પે પેન્ગ્વિન આઈલેન્ડ પર પણ લાદ્યો ટેરિફ

આવી રીતે ચીન ટેરિફથી બચતુ આવ્યું છે
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 07:17 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 125 ટકા વધારાની ટેરિફ લાદ્યો છે, જ્યારે અન્ય દેશો પર ટેરિફ 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે એવા ટાપુ પર પણ ટેરિફની જાહેરાત કરી છે કે જ્યાં માણસો રહેતા જ નથી. આ ટીપુ પર ફક્ત સીલ અને પેન્ગ્વિન જ રહે છે. આ જગ્યાને પેંગ્વિન આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આ જગ્યાએ શા માટે ટેરિફ લાદવામાં આવ્યો છે અને ટેરિફ કોણ ભરશે?

વેન્ચર કેપિટાલિસ્ટ અને બિઝનેસમેન ચમથ પાલિહાપિતિયા કહે છે કે ભલે તે મીમ્સ માટે સારૂ કંટેન્ટ હોઈ શકે છે પણ પેંગ્વિન ટાપુઓ પરના ટેરિફ તર્ક વગરના નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ મહાસાગરમાં સ્થિત ઓસ્ટ્રેલિયન પ્રદેશ હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓ પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટાપુઓ પર ફક્ત પેન્ગ્વિન અને સીલ જ રહે છે. મહત્વની વાત એ છે કે ટ્રમ્પ વેપાર અસંતુલનને સુધારવાનો પ્રયાસ કરે છે

એન્ડ્રુ શુલ્ઝ સાથે પોડકાસ્ટ પર બોલતા, પાલિહપિતિયાએ જણાવ્યું હતું કે તે ટાપુઓ પર માત્ર પેન્ગ્વિન છે તે હકીકત વિશે ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા હતા અને છતાં તેના પર ટેરિફ લાદવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં જ્યારે કોઈએ વેપાર અસંતુલનને સુધારવાનો પ્રયાસ કર્યો છે ત્યારે દર વખતે શું થયું છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટ્રમ્પ શા માટે દેશો પર ટેરિફ લાદી રહ્યા છે?

તેમણે કહ્યું કે કંપનીઓ અન્ય દેશોમાં જઈ રહી હતી અને પછી અન્ય દેશમાંથી અમેરિકા જઈ રહી હતી, જે એક વેપાર અસંતુલન છે. હવે જ્યારે અન્ય દેશો પર ટેરિફ લાદવામાં આવશે, ત્યારે કોઈપણ કંપની આ નહી કરી શકે. તેવી જ રીતે, કંપનીઓ ટાપુઓ દ્વારા યુએસમાં ઉત્પાદનોની નિકાસ પણ કરી શકે છે, તેથી આ સ્થાનો પર પણ ટેરિફ લાદવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે એવું નથી કે કંપનીઓ ત્યાં કોઈ ફેક્ટરી બનાવવા જઈ રહી છે. તેઓ કદાચ તેનો ઉપયોગ સ્ટોપઓવર તરીકે કરી રહ્યાં છે. જેમ કંપનીઓ ચીનમાં ઉત્પાદન કરે છે અને તેને લેસોથો મોકલે છે, અને અમેરિકા તેને લેસોથોથી ખરીદે છે. લેસોથો પર કોઈ ટેરિફ નહોતો. આવી સ્થિતિમાં ચીનના ઉત્પાદનો કોઈપણ ડ્યુટી વગર અમેરિકામાં આવી રહ્યા હતા. જો કે, હવે ટ્રમ્પે લેસોથો પર 50 ટકા ટેરિફ લાદી છે.

ચીન કેવી રીતે ટેરિફ ટાળી રહ્યું હતું?
તેમણે કહ્યું કે કોવિડ દરમિયાન એક ખાસ વાત સામે આવી. ચાઇનીઝ મૂળ રૂપે ટેરિફથી બચવા સામાનને મેક્સિકોમાં મોકલતું હતું. પછી તેઓ મેડ ઈન મેક્સિકો એવું લેબલ લગાવીને અમેરિકા મોકલતા હતા. આવી રીતે ચીન ટેરિફથી બચતુ આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,