Home Automobile Who Owns The Worlds Most Expensive Rolls Royce

કોણ છે વિશ્વની સૌથી મોંઘી Rolls-Royceનું માલિક? : જાણો Rolls-Royceની સૌથી ROYAL કાર વિષયે

કોણ છે વિશ્વની સૌથી મોંઘી Rolls-Royceનું માલિક?
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 01:26 AM IST

વિશ્વની સૌથી મોંઘી કાર રોલ્સ-રોયસ લા રોઝ નોઇર (La Rose Noire) હવે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. તાજેતરમાં આ કાર એક ખાનગી કાર્યક્રમ દરમિયાન તેના રહસ્યમય માલિકને સોંપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ કારના માલિકના નામ અંગે કંપનીએ કોઈ જાહેરખબરી કરી નથી — જેના કારણે વૈશ્વિક સ્તરે અટકળો શરૂ થઈ ગઈ છે.

કિંમત કેટલી છે?
આ કારની અંદાજિત કિંમત છે ₹250 કરોડ (લગભગ $30 મિલિયન), જે હવે રોલ્સ-રોયસની ઈતિહાસમાં સૌથી મોંઘી કાર તરીકે નોંધાઈ છે. એવી અપેક્ષા હતી કે આ કારની માલિકી મુકેશ અંબાણી, એલોન મસ્ક કે ગૌતમ અદાણી જેવી હસ્તીઓ પાસે હશે, પણ હકીકત તો વધુ રહસ્યમય છે.

પ્રદર્શન પણ કમાલનું
0 થી 97 કિમી પ્રતિ કલાકની ગતિમાં પહોંચે છે ફક્ત 4.8 સેકન્ડમાં
ટોપ સ્પીડ: 200 કિમી પ્રતિ કલાક
પાવરફુલ અને સ્પોર્ટી – લક્ઝરી અને પર્ફોર્મન્સનો અદભૂત સંયોજન

ડિઝાઇનની પ્રેરણા: બ્લેક બેકારા ગુલાબ
કારનું નામ અને ડિઝાઇન ફ્રાન્સના ‘બ્લેક બેકારા’ નામના દુર્લભ કાળા ગુલાબ પરથી લેવામાં આવ્યું છે
કારનું રંગપટ “ટ્રુ લવ ફિનિશ” તરીકે ઓળખાય છે
બે સીટો અને ઓપન રૂફ — ક્લાસિક રોડસ્ટર લૂક

ફક્ત 4 કાર, દરેક કસ્ટમાઇઝ્ડ
રોલ્સ-રોયસ ડ્રોપટેલ લા રોઝ નોઇરના ફક્ત 4 યુનિટ બનાવવામાં આવશે
દરેક કાર સંપૂર્ણપણે માલિકના અભિપ્રાય મુજબ કસ્ટમાઇઝ કરાશે
ખાસ લાકડાં, ધાતુના વાસ્તવિક હસ્તાક્ષર, વિશિષ્ટ રંગ શેડ અને ખાસ વિલાસિતાયુક્ત સુવિધાઓ


હાલ સુધી કંપની દ્વારા માલિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે આ કાર મધ્ય પૂર્વના રાજવી પરિવાર, યુરોપના અબજોપતિ કે વૈશ્વિક કલા સંગ્રહકર્તાની હોઈ શકે છે.

કારના લાવણ્ય, કિંમંત અને કસ્ટમાઇઝેશનને જોઈને એ સ્પષ્ટ થાય છે કે કારના માલિક ધન અને કળાનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now