Home Gujarat Who Made Obscene Comments On Social Media Against Mansukh Vasava

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કોણે કરી અભદ્ર ટિપ્પણી! : સાંસદના જમાઈએ નોઁધાવી ફરિયાદ, એક આરોપીની ધરપકડ

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કોણે કરી અભદ્ર ટિપ્પણી!
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 10:31 AM IST

નર્મદાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લોકસભાના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવાના મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે સાંસદના જમાઈ વિક્રાંતકુમાર સિતારામ વસાવાએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે એકનો દબોચ્યો, 2ની શોધખોળ

પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક આરોપી લાલો નાગજી ડામોરને ઝડપી પાડી રાજપીપળા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો દ્વારા તપાસ અને શોધખોળ ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો

ઘટનાની વિગત મુજબ, ગત 27 જાન્યુઆરી 2026ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આપેલા સંબોધનનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને કેટલાક શખ્સોએ એડિટ કરીને સાંસદની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદે અત્યંત અશ્લીલ, અશોભનીય અને ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર