Home Sports Who Is Ahead Of Virat Kohli And Abhishek Shama After 33 Innings In T20is

Virat Kohli અને Abhishek Shama : T20I માં 33 ઇનિંગ્સ પછી બંનેમાંથી કોણ આગળ?

Virat Kohli અને Abhishek Shama
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 10:58 AM IST

Abhishek Sharma and Virat Kohli : અભિષેક શર્મા હાલના T20 ક્રિકેટમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવી રહ્યો છે. તે કોઈપણ ટીમ સામે વિસ્ફોટક સ્ટાઇલથી બેટિંગ કરી રહ્યો છે. તેની બેટિંગ સ્ટાઇલ જોઈને સ્પષ્ટ થાય છે કે, આ ભારતીય બેટ્સમેન ખૂબ જ ઓછા સમયમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં, રોહિત શર્મા T20I માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. રોહિત શર્માએ અત્યાર સુધી T20I માં 4231 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા ક્રમે છે. વિરાટ કોહલીએ 125 ઇનિંગ્સમાં 4188 રન બનાવ્યા છે. તો જાણો 33 T20I ઇનિંગ્સ પછી વિરાટ કોહલી અને અભિષેક શર્મા માંથી કોણ આગળ છે.

33 T20I ઇનિંગ્સ પછી અભિષેક શર્માનો રેકોર્ડ

અભિષેક શર્માએ 33 T20I ઇનિંગ્સ રમી છે અને 1199 રન બનાવ્યા છે. જેમા અભિષેક શર્માએ સાત હાફ-સેન્ચુરી અને 2 સેન્ચુરી ફટકારી છે. જ્યાં અભિષેક શર્માની એવરેજ 37.77 અને સ્ટ્રાઇક રેટ 190.93 નો છે.

અભિષેક શર્મા અને વિરાટ કોહલીના સિક્સર

વિરાટ કોહલીએ તેની બધી T20I ઇનિંગ્સ મળીને 124 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે અભિષેક શર્માએ માત્ર 33 મેચોમાં 81 છગ્ગા ફટકાર્યા છે.

વિરાટ કોહલીનો 33 T20I ઇનિંગ્સ પછીનો રેકોર્ડ

વિરાટ કોહલીએ 33 T20I ઇનિંગ્સમાં, કુલ 1271 રન બનાવ્યા છે, જેમાં વિરાટ કોહલીની એવરેજ 48.88 છે. આ સમયગાળા દરમિયાન, વિરાટ કોહલીએ 133.37 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. 33 T20I ઇનિંગ્સ પછી, વિરાટ કોહલીએ 12 હાફ-સેન્ચુરી ફટકારી છે પરંતુ કોઈ સેન્ચુરી ફટકારી નથી. વિરાટ કોહલીએ તેના T20I કરિયરમાં એક સેન્ચુરી ફટકારી છે. અને વિરાટ કોહલીનો T20I કરિયર સ્ટ્રાઇક રેટ 137.04 નો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now