Which car is better between Tata Safari Petrol and MG Hector Plus: Tata Safari Petrol અને MG Hector Plus બંને મિડ સાઇઝની SUV સેગમેન્ટમાં મજબૂત દાવેદાર છે. Tata Safari નું Petrol વર્ઝન 2025 માં લોન્ચ થયું હતું, જ્યારે MG Hector Plus પહેલેથી જ બજારમાં છે અને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. જો તમે પેટ્રોલ એન્જિનવાળી મોટી, ફેમિલી-ફ્રેન્ડલી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બંને કાર તમારા માટે એક સારા ઓપ્શન તરીકે સાબિત થઈ શકે છે.
ડિઝાઇનમાં કઈ કાર આગળ
Tata Safari Petrol ની ડિઝાઇન વધુ બોલ્ડ અને વધુ દમદાર લાગે છે. તેમાં મોટી ગ્રિલ, Bi-LED હેડલેમ્પ્સ, કનેક્ટેડ ટેલલાઇટ્સ અને 19 ઇંચના એલોય વ્હીલ્સ છે. તેનું હાઇ-સ્ટેન્સ SUV જેવી ફીલ આપે છે. બીજી બાજુ, MG હેક્ટર Plus વધુ આકર્ષક અને વધુ મોર્ડન લુક ધરાવે છે. તેમાં મોટી ડાયમંડ-પેટર્ન ગ્રિલ, LED લાઇટ્સ અને 18 ઇંચના એલોય વ્હીલ્સ છે. MG Hector Plus શહેરના ઉપયોગ માટે વધુ પ્રીમિયમ લાગે છે, જ્યારે Safari એક મજબૂત SUV ફીલ આપે છે.
ઇન્ટિરિયર અને કમ્ફર્ટ
Tata Safari Petrol નું કેબિન પ્રીમિયમ અને સ્પોર્ટી ફીલ આપે છે. તેમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, જેસ્ચર કંટ્રોલ ટેલગેટ અને રોની જગ્યા છે. આ કાર 6 અને 7-સીટર બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. MG Hector Plus એક લકઝરી કેબિન પણ આપે છે, જેમાં સોફ્ટ-ટચ મટિરિયલ્સ, મોટી સ્ક્રીન, રિક્લાઇનિંગ બીજી રોની સીટ્સ અને આરામદાયક ત્રીજી રોનો સમાવેશ થાય છે. તેના લાંબા વ્હીલબેઝને કારણે ત્રીજી રોમાં પગની જગ્યા થોડી સારી છે.
ફીચર્સ અને ટેકનોલોજી
Safari Petrol માં 12.3-ઇંચની ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, JBL સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ADAS અને કનેક્ટેડ કાર ટેકનોલોજી સાથે આવે છે. Hector Plus માં 14 ઇંચની પોટ્રેટ ટચસ્ક્રીન, i-Smart સિસ્ટમ, 100 થી વધુ વોઇસ કમાન્ડ, OTA અપડેટ્સ અને 360-ડિગ્રી કેમેરા છે.
સેફટી અને બિલ્ડ ક્વોલિટી
Tata Safari Petrol ને Global NCAP અને Bharat NCAP તરફથી 5-સ્ટાર સેફટી રેટિંગ મળ્યું છે. તેમાં 7 એરબેગ્સ અને એડવાન્સ ADAS ફીચર છે. MG Hector Plus 6 એરબેગ્સ, ESP અને ઓલ-ડિસ્ક બ્રેક્સ ઓફર કરે છે.
એન્જિન અને પ્રદર્શન
Tata Safari Petrol માં 1.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે જે 170ps પાવર અને 280nm ટોર્ક જનરેટ કરે છે. MG Hector Plus પેટ્રોલમાં 1.5-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન છે જે 143ps પાવર જનરેટ કરે છે. જો તમે વધુ પાવર, સેફ અને SUV જેવી અનુભૂતિને પ્રાથમિકતા આપો છો, તો Tata Safari Petrol એક સારો ઓપ્શન છે. જો તમને વધુ જગ્યા, સ્માર્ટ ફીચર્સ અને આરામદાયક શહેરી ડ્રાઇવ જોઈતી હોય, તો MG Hector Plus યોગ્ય પસંદગી છે. નિર્ણય તમારી જરૂરિયાતો અને બજેટ પર આધાર રાખે છે.





















