Home Automobile Mahindra Xuv 3xo Cng Launch Gujarati

મહિન્દ્રા ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં કરશે મોટો ધમાકો! : ટાટા અને મારુતિના વર્ષો જૂના વર્ચસ્વને તોડવા મહિન્દ્રાનો માસ્ટરસ્ટ્રોક!

Mahindra XUV 3XO
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: Apr 27, 2026, 06:36 AM IST

Mahindra XUV 3XO : ભારતીય કાર બજારમાં અત્યારે એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે મધ્યમ વર્ગના ગ્રાહકો હવે CNG ગાડીઓ તરફ વળી રહ્યા છે. અત્યાર સુધી આ સેગમેન્ટમાં ટાટા અને મારુતિ સુઝુકીનું પ્રભુત્વ હતું પરંતુ હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની મહિન્દ્રા પણ આ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. મહિન્દ્રા તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV, XUV 3XO નું CNG વેરિઅન્ટ લાવવાની યોજના બનાવી રહી છે. આ પગલાથી તે ગ્રાહકોને આકર્ષશે જેઓ પ્રીમિયમ ફીચર્સની સાથે ઓછો રનિંગ કોસ્ટ ઈચ્છે છે.

પાવરફુલ એન્જિન અને પરફોર્મન્સ

મહિન્દ્રા XUV 3XO હાલમાં તેના પાવરફૂલ એન્જિન ઓપ્શન માટે જાણીતી છે. CNG વેરિઅન્ટમાં કંપની તેના 1.2 લિટર MPFi ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરશે. આ એન્જિન અત્યારે 111hp નો પાવર અને 200Nm નો ટોર્ક આપે છે. જોકે CNG કીટ ઇન્સ્ટોલ કર્યા પછી પાવર આઉટપુટમાં થોડો ઘટાડો થઈ શકે છે તેમ છતાં તે તેના હરીફો કરતાં વધુ પાવરફુલ સાબિત થઈ શકે છે. કંપની આ એન્જિનને ખાસ રીતે ટ્યુન કરશે, જેથી કરીને પહાડી રસ્તાઓ પર કે ભારે ટ્રાફિકમાં પણ ગાડી ચલાવવામાં કોઈ તકલીફ ન પડે.

લોન્ચિંગ ટાઇમલાઇન અને વ્યૂહરચના

રિપોર્ટ્સ અનુસાર, મહિન્દ્રા આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યું છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો XUV 3XO CNG વર્ષ 2026 ના અંતમાં અથવા 2027 ની શરૂઆતમાં રસ્તાઓ પર જોવા મળી શકે છે. મહિન્દ્રા આ સેગમેન્ટમાં મોડું આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, કંપની પહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ પર ધ્યાન આપી રહી હતી પરંતુ હવે બજારની માંગને જોતાં CNG સેગમેન્ટમાં પણ પોતાનો હિસ્સો જમાવવા માંગે છે.

બજારમાં હરીફો સામે મુકાબલો

જ્યારે આ SUV લોન્ચ થશે, ત્યારે તેનો સીધો મુકાબલો ટાટા નેક્સન iCNG અને મારુતિ સુઝુકી બ્રેઝા CNG સાથે થશે. ટાટા નેક્સન અત્યારે ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી સાથે બજારમાં લોકપ્રિય છે, જ્યારે બ્રેઝા તેના ભરોસાપાત્ર એન્જિન માટે જાણીતી છે. મહિન્દ્રા આ બંનેને ટક્કર આપવા માટે વધુ મોડર્ન ટેકનોલોજી અને પાવરફુલ એન્જિનનો સહારો લેશે. ખાસ કરીને ટાટાના વર્ચસ્વને તોડવા માટે મહિન્દ્રા આ ગાડીમાં વધુ સારી બૂટ સ્પેસ અને માઇલેજ આપવાનો પ્રયાસ કરશે.

હાઇ-ટેક ફીચર્સ અને સેફ્ટી

સામાન્ય રીતે CNG ગાડીઓમાં ફીચર્સમાં કાપ મૂકવામાં આવતો હોય છે, પરંતુ મહિન્દ્રા XUV 3XO સાથે આવું નહીં થાય. આ CNG વેરિઅન્ટમાં પણ તમને હાઇ-એન્ડ ફીચર્સ મળશે જેમ કે:

  • ડ્યુઅલ 10.25 ઇંચ ડિસ્પ્લે : ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે.

  • પેનોરેમિક સનરૂફ : જે આ સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે.

  • Level-2 ADAS : સેફ્ટી માટે આધુનિક ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ.

  • 360-ડિગ્રી કેમેરા : પાર્કિંગ અને સાંકડી ગલીઓમાં ડ્રાઇવિંગ સરળ બનાવવા માટે.

આ ઉપરાંત ગાડીમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે મળી શકે છે, જે તેને સુરક્ષિત CNG SUV બનાવશે.

સંભવિત કિંમત અને વેલ્યુ ફોર મની

કિંમતની વાત કરીએ તો, મહિન્દ્રા XUV 3XO નું પેટ્રોલ મોડલ અત્યારે 7.54 લાખ રૂપિયાથી શરૂ થાય છે. CNG વેરિઅન્ટની કિંમત તેના સંબંધિત પેટ્રોલ મોડલ કરતાં અંદાજે 80 હજારથી 1 લાખ રૂપિયા વધુ હોઈ શકે છે. અંદાજ મુજબ આ રેન્જ 9 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જો મહિન્દ્રા આ કિંમતે આટલા બધા ફીચર્સ આપશે તો તે ગ્રાહકો માટે ખરેખર વેલ્યુ ફોર મની ડીલ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now