Honda Activa or TVS Jupiter : ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં જ્યારે પણ ફેમિલી સ્કૂટરની વાત આવે છે, ત્યારે હોન્ડા એક્ટિવા (Honda Activa) અને ટીવીએસ જ્યુપિટર (TVS Jupiter) ના નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આ બંને સ્કૂટર્સ વર્ષોથી લોકોની પહેલી પસંદ રહ્યા છે. જો તમે પણ મુંઝવણમાં છો કે, આ બંનેમાંથી કયું સ્કૂટર તમારા માટે શ્રેષ્ઠ છે, તો આ લેખમાં અમે તમને બંનેની પાવર, માઇલેજ અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીશું.
હોન્ડા એક્ટિવા : વેરિઅન્ટ અને લૂક
હોન્ડા એક્ટિવા ભારતીય બજારમાં કુલ 6 કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેને 3 મુખ્ય મોડલ્સમાં વહેંચ્યું છે: સ્ટાન્ડર્ડ, DLX અને સ્માર્ટ. લૂકની વાત કરીએ તો, તેના સ્ટાન્ડર્ડ મોડલમાં નોર્મલ હેલોજન હેડલેમ્પ મળે છે, જ્યારે DLX અને સ્માર્ટ વેરિઅન્ટમાં આધુનિક LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. જો તમને હાઇ-ટેક ફીચર્સ ગમતા હોય, તો તેના 'સ્માર્ટ' વેરિઅન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
એક્ટિવાની કિંમત અને માઇલેજ
કિંમતની દ્રષ્ટિએ હોન્ડા એક્ટિવા થોડું પ્રીમિયમ છે. તેના સ્ટાન્ડર્ડ મોડલની એક્સ-શોરૂમ કિંમત ₹77,715 છે, જ્યારે DLX મોડેલ ₹87,617 અને ટોપ-એન્ડ સ્માર્ટ મોડલ ₹91,170 માં મળે છે. એન્જિનની વાત કરીએ તો તેમાં શક્તિશાળી 4-સ્ટ્રોક, SI એન્જિન છે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર 60 kmpl સુધીની શાનદાર માઇલેજ આપી શકે છે.
ટીવીએસ જ્યુપિટર : વેરિઅન્ટ અને પાવર
TVS Jupiter ભારતીય બજારમાં ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: સ્પેશિયલ એડિશન, સ્માર્ટ Xonnect ડિસ્ક, સ્માર્ટ Xonnect ડ્રમ અને ડ્રમ એલોય. તે સાત આકર્ષક કલરમાં આવે છે. તેની શરૂઆતી કિંમત ₹79,150 (એક્સ-શોરૂમ) છે, જે તેને એક્ટિવા કરતાં થોડું મોંઘું બનાવે છે. તેમાં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક એન્જિન છે જે 5.9kW પાવર અને 9.2Nm ટોર્ક જનરેટ કરે છે.
જ્યુપિટરની માઇલેજ અને ખાસિયત
માઇલેજના મામલે TVS Jupiter પ્રતિ લિટર પેટ્રોલમાં 53 કિલોમીટરની રેન્જ આપે છે. જોકે તે એક્ટિવા કરતા થોડું પાછળ છે, પરંતુ તેના અન્ય ફીચર્સ તેને ખાસ બનાવે છે. આ સ્કૂટરમાં સીટની નીચે એટલી જગ્યા છે કે, તમે આરામથી બે હેલ્મેટ રાખી શકો છો. આ ઉપરાંત, સ્ટાઈલિશ લૂક માટે તેમાં પાછળના ભાગમાં ટેલલાઇટ બાર આપવામાં આવ્યો છે.
સુરક્ષા અને સ્માર્ટ ફીચર્સ
સુરક્ષાની દ્રષ્ટિએ TVS જ્યુપિટરમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘણીવાર લોકો સાઇડ સ્ટેન્ડ હટાવવાનું ભૂલી જતા હોય છે, જેના કારણે અકસ્માત થવાનો ડર રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે જ્યુપિટરમાં 'સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર' આપવામાં આવ્યું છે. આ નાનું પણ મહત્વનું ફીચર ડ્રાઇવરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
Activa અને Jupiter માંથી કઈ લેવાય?
જો તમારી પ્રાથમિકતા વધુ માઇલેજ અને બ્રાન્ડ વેલ્યુ છે, તો Honda Activa તમારા માટે બેસ્ટ છે. પરંતુ જો તમને વધુ સ્ટોરેજ સ્પેસ (બે હેલ્મેટ રાખવા માટે) અને સેફ્ટી ઇન્ડિકેટર્સ જેવા ફીચર્સ જોઈતા હોય, તો TVS Jupiter એક સ્માર્ટ પસંદગી સાબિત થઈ શકે છે.




















