Home Automobile Which Cars Created A Stir In The Indian Automobile Market This Year

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં આ વર્ષે કઈ કારોએ મચાવી ધૂમ? : નવી ટેકનોલોજી અને દમદાર લુક સાથે જાણો 2025 ની ટોપ કાર્સ!

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં આ વર્ષે કઈ કારોએ મચાવી ધૂમ?
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 12:38 PM IST

Which cars created a stir in the Indian automobile market this year: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટર માટે 2025 નું વર્ષ ઘણું શાનદાર સાબિત થયું છે. આ વર્ષે માત્ર નવી ડિઝાઈન જ નહીં, પણ ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક વાહનોનો પણ દબદબો રહ્યો છે. Mahindra ની દમદાર SUVs થી લઈને Maruti Suzuki ની હાઇ-ટેક ઇલેક્ટ્રિક કાર સુધી, જાણો આ વર્ષના મુખ્ય લોન્ચિંગ વિશેની માહિતી.

Mahindra SUV સેગમેન્ટમાં દબદબો

Mahindra એ આ વર્ષે સાબિત કરી દીધું કે, તે SUV માર્કેટમાં કેમ અગ્રેસર છે. Thar Roxx (5-Door): ઓફ-રોડિંગના શોખીનો માટે આ વર્ષની સૌથી મોટી ભેટ સાબિત થઈ આ કાર. XUV 3XO REVX શાનદાર પરફોર્મન્સ અને નવા ફીચર્સ સાથે લોન્ચ થઈ. Bolero અને Bolero Neo 2025 ગ્રામીણ અને શહેરી ગ્રાહકોની માનીતી બોલેરોને નવા ફેસલિફ્ટ અને 'B8' જેવા પ્રીમિયમ વેરિઅન્ટ સાથે રિફ્રેશ કરવામાં આવી. Mahindra એ EV કારમાં નવા INGLO પ્લેટફોર્મ પર XEV 9e, XEV 9S અને BE 6 જેવી ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક SUVs ઉતારીને માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે.

Tata Motors અને Maruti Suzuki

Tata Motors: Tata એ તેની આઇકોનિક Sierra ને ફરીથી લોન્ચ કરી (ICE અને EV). આ સિવાય Harrier EV અને કૂપે-સ્ટાઇલ Curvv એ યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. Maruti Suzuki એ તેની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક SUV e-Vitara લોન્ચ કરી અને સાથે જ નવી ફ્લેગશિપ SUV Victoris ને લોન્ચ કરી.

Hyundai Kia અને Honda

Hyundai: ભારતની ફેવરિટ SUV Creta હવે ઇલેક્ટ્રિક અવતારમાં જોવા મળી. સાથે જ નવી જનરેશનની Venue માં ડ્યુઅલ સ્ક્રીન જેવી અદ્યતન ટેકનોલોજી આપવામાં આવી છે. Kia એ Syros અને Carens EV સાથે ફેમિલી કાર સેગમેન્ટમાં નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. Honda એ તેની City અને Amaze ને નવા લુકમાં રજૂ કરી, જ્યારે Toyota એ Taisor અને Fortuner Leader Edition સાથે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. 2025 નું વર્ષ એ વાતનું પ્રતિક છે કે, હવે ભારતીય ગ્રાહકો માત્ર માઇલેજ નહીં, પણ સેફ્ટી (5-Star Ratings), આધુનિક ટેકનોલોજી (ADAS) અને ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગ તરફ વળ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now