Home Automobile Which Car Is The Cheapest Between Tata Sierra And Mg Hector Facelift Know In Detail

Tata Sierra અને MG Hector facelift માંથી કઈ કાર સૌથી સસ્તી? : કઈ SUV બેઝ વેરિઅન્ટમાં વધુ ફીચર્સ આપે છે?

Tata Sierra અને MG Hector facelift માંથી કઈ કાર સૌથી સસ્તી?
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 08:25 AM IST

Which car has more features from Tata Sierra and MG Motors: Tata Motors એ હાલમાં નવી Tata Sierra ના દરેક વેરિઅન્ટ્સની કિંમતો જાહેર કરી છે. MG Motors એ Hector નું બીજું ફેસલિફ્ટેડ મોડલ લોન્ચ કર્યું છે. જ્યારે MG Hector Facelift માં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી, તેના બેઝ વેરિઅન્ટ, સ્ટાઇલમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. હવે, બંને SUV ની શરૂઆતની કિંમત લગભગ સરખી છે. જાણો બંને કાર Tata Sierra અને MG Hector Facelift ના બેઝ વેરિઅન્ટમાંથી કઈ કારની કેટલી કિંમત, ક્યાં ક્યાં ફીચર્સ અને એન્જિન ઓપ્શનની માહિતી.

કઈ SUV કિંમતમાં સસ્તી છે?

કિંમતની દ્રષ્ટિએ, Tata Sierra ના બેઝ વેરિઅન્ટની કિંમત ₹11.49 લાખથી શરૂ થાય છે, જ્યારે MG Hector Style ની કિંમત ₹11.99 લાખ રૂપિયા છે. Sierra ની કિંમત Hector કરતાં લગભગ 50,000 રૂપિયા સસ્તી છે. બંને વાહનોની કિંમતો બેઝ વેરિઅન્ટના મુજબ છે, પરંતુ ફ્યુચરમાં તેમાં ફેરફાર થઈ શકે છે. નોંધનીય છે કે, આ કિંમત અમદાવાદના માર્કેટ વેલ્યુ પ્રમાણેની એક્સશોરૂમ કિંમત છે, આ બંને કારની કિંમત અલગ શહેર અને રાજ્યમાં અલગ-અલગ હોઇ શકે છે.

એન્જિન ઓપ્શન

MG Hector નું બેઝ વેરિઅન્ટ ફક્ત પેટ્રોલ એન્જિન ઓફર કરે છે, જેમાં ડીઝલનો કોઈ ઓપ્શન નથી. Tata Sierra પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શન ઓફર કરે છે. બંને SUV ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ અને 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

એક્સટીરિયર લુક

બેઝ વેરિઅન્ટમાં, Tata Sierra માં કેટલાક ડિઝાઇન એલેમેન્ટ્સ છે, જે તેને વધુ પ્રીમિયમ બનાવે છે. તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ફ્લશ-ટાઈપ ડોર હેન્ડલ્સ છે, જે MG Hector માં નથી. Hector માં સ્ટાન્ડર્ડ હેડલાઇટ્સ અને પુલ-ટાઈપ ડોર હેન્ડલ્સ છે. બંને SUV માં LED DRL છે અને બંને 17-ઇંચ સ્ટીલ વ્હીલ્સ સાથે આવે છે, પરંતુ Hector માં વ્હીલ કવર પણ છે. પાછળથી, Sierra ની કનેક્ટેડ LED ટેલલાઇટ્સ તેને વધુ મોર્ડન લુક આપે છે.

ઇન્ટિરિયર અને સેફટી ફીચર્સ

બંને વાહનોના બેઝ વેરિઅન્ટ અંદરથી એકદમ સિમ્પલ છે. બંનેમાં ટચસ્ક્રીન કે સ્પીકર્સ નથી. Tata Sierra માં 4-ઇંચ ડિસ્પ્લે છે, જ્યારે MG Hector માં 3.5-ઇંચની ડિસ્પ્લે યુનિટ છે. Sierra માં પુશ-બટન સ્ટાર્ટ ફીચર પણ છે, જે Hector માં નથી. Hector માં પાછળની સીટ રિક્લાઇન ફીચર સાથે આવે છે, જે Sierra ના બેઝ મોડલમાં જોવા મળતી નથી. સેફટીની દ્રષ્ટિએ, બંને SUV લગભગ સરખી છે. તે 6 એરબેગ્સ, EBD સાથે ABS, હિલ હોલ્ડ આસિસ્ટ અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ સાથે આવે છે. ડિફરન્સ ફક્ત પાર્કિંગ બ્રેકનો છે. Hector માં મેન્યુઅલ હેન્ડબ્રેક છે, જ્યારે Sierra માં ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now